આનંદમાં જીવવાનું રહસ્ય

આનંદમાં જીવવાનું રહસ્ય

સુંદર સવારનો સમય હતો. રોજની જેમ આજે પણ જીના-જિરાફ ઉદાસ ચહેરે તળાવ તરફ જઈ રહી હતી.

આનંદમાં જીવવાનું રહસ્ય

જીના: ઝીબ્રા કેટલી સરસ છલાંગો મારે છે અને કેટલી સરળતાથી દોડે છે.  મારી તો ચાલ જ કેટલી ખરાબ છે.

આનંદમાં જીવવાનું રહસ્ય

થોડું આગળ ચાલ્યા પછી એને રસ્તામાં એક હાથી મળ્યો.
હાથી: કેમ છે? બધું બરાબર છે નેજીના: હા

આનંદમાં જીવવાનું રહસ્ય

જીના: હાથીને પોતાની સૂંઢમાં પાણી ભરીને બધે પાણી છાંટવાની કેવી મઝા આવતી હશે. હાથી કેટલો ખુશ છે. કાશ ! મારે પણ એક સૂંઢ હોત !

આનંદમાં જીવવાનું રહસ્ય

જીના: હરણ કેટલું સુંદર દેખાય છે અને સાબરનાં શિંગડા કેટલા મજબૂત અને મનોહર છે.

આનંદમાં જીવવાનું રહસ્ય

એટલામાં આનંદી કાગડો ત્યાં આવ્યો અને જીનાના માથા પર બેઠો.
કાગડો: કાંઉ  કાંઉ ....આનંદ આનંદ ઉભરાય...

આનંદમાં જીવવાનું રહસ્ય

જીના: તું આટલો આનંદમાં કેવી રીતે રહે છે?

કાગડો: એ તો બહુ સહેલું છે! ‘કોઈ પણ સંજોગોમાં આનંદ શોધી કાઢવાનો.’

આનંદમાં જીવવાનું રહસ્ય

તળાવ પાસે જઈને જીનાએ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને વિચાર્યું કે બીજા બધા કેવા સુંદર લાગે છે અને હું કેવી વિચિત્ર લાગુ છું.

આનંદમાં જીવવાનું રહસ્ય

કાગડો: જીના, તું અત્યારે જે અનુભવે છે એને કમ્પેરીઝન(બીજા સાથે સરખામણી)નું દુ:ખ કહેવાય. તું જિરાફ છે એટલે જિરાફ જેવી જ લાગે ને?

આનંદમાં જીવવાનું રહસ્ય

જીના: પણ મારી પાસે તો કંઈ સારું છે જ નહીં. બીજા બધા પાસે કેટલું બધું સારું સારું છે.

જીના હતાશ થઈને ત્યાં ઊભી રહી ગઈ.

આનંદમાં જીવવાનું રહસ્ય

જીના અને આનંદી કાગડો વાતો કરતા હતા એ વખતે ત્યાં અચાનક એક સિંહણ આવી પહોંચી. જીના એકદમ ગભરાઈ ગઈ.

આનંદમાં જીવવાનું રહસ્ય

સિંહણ: જીના, ગભરાઈશ નહી. પ્લીઝ, મને તારી મદદની જરૂર છે. મારું બચ્ચું ઝાડ પર ચડી ગયું છે. એને નીચે ઉતારી આપીશ?

આનંદમાં જીવવાનું રહસ્ય

જીનાએ પોતાની લાંબી ડોકને ઊંચી કરીને ધીમેથી સિંહણના બચ્ચાને ઝાડ પરથી નીચે ઊતારી દીધું.

સિંહણ: થેન્ક યુ, જીના.

આનંદમાં જીવવાનું રહસ્ય

કાગડો: બીજાની મદદ કરવામાં કેવો આનંદ મળે ! તને પણ એવો આનંદ મળ્યો ને? 

આનંદમાં જીવવાનું રહસ્ય

જીના: હા, બહુ આનંદ થયો. આજે મને સમજાયું કે આ લાંબી લાકડીઓ જેવા પગ અને ચિન્ગમની જેમ ખેંચાય એવી ડોક પણ અતિ મહત્ત્વના છે.

આનંદમાં જીવવાનું રહસ્ય

કાગડો: હા, કમ્પેરીઝન(બીજા સાથે સરખામણી) કરીને દુઃખી થવા કરતાં આપણી પાસે જે છે એનો સદુપયોગ કરી એમાં ખુશ રહેવું જોઈએ.