શું તમને ખબર છે કે તમે થોડા લોકોને કંઈપણ અને બધું શેર કરી શકો છો. શું તમે આ પાછળનું કારણ જાણો છો.. કારણ કે તેઓ ખુલ્લા મનના હોય છે. ખુલ્લા મનના લોકોને સાચા કે ખોટા હોવાની ચિંતા નથી હોતી તેઓ સામાને સમજવાની ચિંતા કરે છે. ખુલ્લા મનવાળાને બીજાના વિચાર કે માન્યતા સાથે કોઈ લેવાદેવા નથી હોતી.
પાણી ભરેલી બોટલ લો. બોટલની નીચે એક બાઉલ મૂકો.
એક પિન લો અને બોટલમાં એક સાઈડ એક કાણું પાડો. પાણી બહાર નીકળતું નથી. તે અંદર જ રહે છે.
હવે ઢાંકણ ખોલો.
જુઓ શું થાય છે! તે કાણામાંથી પાણી બહાર નીકળવા લાગે છે.
જ્યારે ઢાંકણ બંધ હતું - ત્યારે હવાનું દબાણ નહોતું તેથી પાણીને બહાર કાઢવા માટે હવા નહોતી.
જ્યારે ઢાંકણ ખુલ્લું હતું - ત્યારે હવાનું દબાણ વધ્યું જેથી હવા બોટલમાં આવી અને તેના પ્રેશરથી પાણીને બહાર નીકળ્યું.
બંધ પાણીની બોટલ એ વ્યક્તિ છે, જેનું મન બંધ છે. બીજાના વિચારો સાંભળવા માટે ખુલ્લું નથી. ખુલ્લી બોટલ એક ખુલ્લું મન દર્શાવે છે, જે બીજાના વિચારો સાંભળવા માટે ખુલ્લું છે. બોટલમાંથી નીકળતું પાણી દર્શાવે છે કે, જ્યારે આપણે ખુલ્લા મનના બનીએ છીએ ત્યારે બીજાનું ન સાંભળવાની આપણી આદત ધીમે ધીમે દૂર થતી જાય છે.
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...