પ્રાર્થના વ્યક્તિને કેવી રીતે ખુશ કરે છે?
વિનેગરમાં બે ચમચી મીઠું નાખો.
ચીપિયા વડે ઝાંખો સિક્કો ઉપાડો અને મિશ્રણમાં ડુબાડો.
તેને એક મિનિટ માટે મિશ્રણમાં રહેવા દો.
મિશ્રણમાંથી સિક્કો કાઢો અને અવલોકન કરો.
ઝાંખો સિક્કો ફરી ચમકવા લાગશે!
ઝાંખો સિક્કો એવી વ્યક્તિન દર્શાવે છે જે નેગેટિવિટીને કારણે નાખુશ છે. મીઠું અને વિનેગરનું મિશ્રણ આપણી સાચી સમજણ અને પ્રાર્થના દર્શાવે છે.
પ્રાર્થના અને સમજણની શક્તિ વ્યક્તિને ખુશ કરશે. તેમને પહેલાની જેમ ચમકાવશે!
તમે જાતે પ્રયોગ કરી શકો છો. ફેમીલી અથવા મિત્ર માટે આ પ્રયોગ કરો અને જુઓ શું થાય છે. તેઓને સમજો, આશ્વાસન આપો અને ભગવાનને પ્રાર્થના કરો કે તેમને મદદ કરે.
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...