આરતીનું મહત્વ

હકીકત - આરતી કરો એટલે તમારું મન એકાગ્ર રહે અને આખો દિવસ શાંતિ રહે. આ તો બધું ચોક્કસ ફળ આપનારું છે. આ તો જેટલું વધારે કરો એટલું વધારે ફાયદો. આરતી ઘેર નિયમિત બોલાય એને માટે અમુક ટાઈમ નક્કી કરી રાખશો તો બહુ જ સારું.


વિગતો - ઘરમાં એક જ કલેશ થાય તો વાતાવરણ આખુંય બગડી જાય. પણ આ આરતીથી શું થાય ? બધાને ઊંચા સંસ્કાર મળે. વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું-પવિત્ર થઈ જાય. આરતી ગોઠવાઈ ગયેલી હોય ને, તો આખો દહાડો છોકરાં બધામાં કંઈક ફેર પડી જાય ! એ છોકરાઓનાં મન સારા રહે પછી. અને અકળાયેલા છોકરા હોય ને, તે છોકરાને શું ? આ તાપથી અકળામણ અને બહારના કુસંગ, તે કુચારિત્રના જ વિચાર આવ આવ કરે. એમાં આ આરતી ઠંડક આપે. તે પેલા વિચાર ઉડાડી મેલે. બચાવવાનું સાધન છે આ.

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...