હકીકત - ખીચડી (મસાલેદાર ચોખા અને દાળથી બનેલી વાનગી) એ દેવી-દેવોનો ખોરાક છે. દેવી-દેવો જ્યારે ખીચડી ખાય છે ત્યારે તે ખુશ થાય છે. તો આપણે તેનાથી કેમ ખુશ ન થવું જોઈએ ?
વિગતો - આયુર્વેદ (ભારતમાં ઉદભવેલી એક પ્રાચીન અને કુદરતી ઔષધ પદ્ધતિ) આપણને શીખવે છે કે જ્યારે આપણે ખીચડી ખાઈએ છીએ, ત્યારે એસિડિટી, ગેસ અને આપણા પેટમાં રહેલું બીજું બધું સંતુલિત થઈ જાય છે. તમે પહેલાં જે કંઈ પણ જંક ફૂડ ખાધું હશે, અને જો તમે એનાં ઉપર બે કોળિયા પણ ખીચડી ખાશો, તો તે તેને સંતુલિત કરી નાંખશે. તેથી ખીચડી શ્રેષ્ઠ ખોરાક છે. બીમાર લોકો માટે શ્રેષ્ઠ ખોરાક, સ્વસ્થ લોકો માટે શ્રેષ્ઠ ખોરાક અને રોગમુક્ત રહેવા માટે શ્રેષ્ઠ ખોરાક. ખીચડી પ્રત્યે અણગમો હોવો, એ ખીચડી બનાવનાર પ્રત્યે અણગમો હોવા બરાબર છે.