હકીકત - ભગવાન કૃષ્ણ અને 22મા તીર્થંકર (સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરનાર) નેમિનાથ ભગવાન, પ્રથમ પિતરાઈ ભાઈઓ હતા કારણ કે તેઓના પિતા ભાઈઓ હતા. વધુમાં, 24 તીર્થંકરોના આગામી ચક્રમાં, ભગવાન કૃષ્ણ 12મા તીર્થંકર તરીકે અવતાર લેશે અને તેમને અમમ કહેવામાં આવશે. તેવી જ રીતે, ભગવાન કૃષ્ણની માતા દેવકી અને મોટા ભાઈ બલદેવ 24 તીર્થંકરોના આગામી ચક્રમાં તીર્થંકર તરીકે જન્મ લેવાના છે.