હકીકત - ખોરાકમાં રહેલા પરમાણુઓ ખોરાક બનાવનાર વ્યક્તિના સ્પંદનો ગ્રહણ કરે છે. અને તે ખાનાર વ્યક્તિ પર અસર કરે છે
વિગતો - આપણે જેવો ખોરાક ખાઈએ છીએ તેવું આપણું મન બને છે. જે હેતુથી બનાવવામાં આવે છે તે પ્રમાણે ખોરાકમાં પરમાણુઓ આવે છે. જો ખોરાક બનાવનાર વ્યક્તિમાં હિંસક, હાનિકારક વિચારો હોય અને જો આપણે તે ખોરાક ખાઈએ, તો તે હિંસક વિચારો આપણા મનને પ્રભાવિત કરશે. તેવી જ રીતે માનવજાતના ઉદ્ધારના હેતુથી બનાવવામાં આવેલો ખોરાક, તે ખોરાક ખાનાર વ્યક્તિના ‘પરમાણુ’ને બદલી નાખશે.