હકીકત - હોળી શિયાળા પછી તરત જ આવતો તહેવાર છે. ઠંડી ઋતુમાં આપણે ઘીવાળી અને મીઠી વસ્તુઓ ખાઈએ છીએ, જેનાથી શરીરમાં કફનું પ્રમાણ વધી જાય છે. જુવારની ધાણી કફને દૂર કરવામાં ગુણકારી છે.
વિગતો - બીજા દિવસે ધૂળેટી પર બધા એકબીજા પર ગુલાલ નાંખીને રમે છે. આમ, હાર્ટીલી રમવાથી આસપાસ વાળાઓ સાથે જે રાગ-દ્વેષ, વેર થયા હોય છે તે છૂટી જાય છે. રંગ લગાવીએ, હોળી રમીએ એમાં બધા વેર છૂટી જાય છે. પ્રેમથી રહેવું છે એવું નક્કી થઈ જાય છે.