"ફેનિલ એ ફેટી છે, ફેનીલ ફેટી, ફેટી!" ફેનિલના બધા કલાસમેટ તેની સાથે ખૂબ જ ક્રૂર હતા. તેઓ તેના વજન માટે તેની નકલ કરતા, ચીડવતા અને ટોણા મારતા હતા. પરંતુ ફેનિલે ક્યારેય કોઈને જવાબ આપ્યો ન હતો. એક શુક્રવારે, ફેનિલ સ્પોર્ટ્સ ક્લાસ દરમિયાન ફૂટબોલ રમી રહ્યો હતો. ગેમ રોમાંચક હતી. માત્ર થોડી મિનિટો બાકી હતી અને સ્કોર ટાઈ થઈ રહ્યો હતો. જ્યારે ફેનિલ નેટની નજીક હતો, ત્યારે ટીમના એક સભ્યએ બોલ તેની તરફ ફેંકયો. ફેનિલે ગોલ કરવાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ કોઈક રીતે તે ચૂકી ગયો. ગેમ પૂરી થઈ, અને ફેનિલની ટીમ હારી ગઈ.
અર્જુને ફેનિલ સામે ચિડાઈને કહ્યું, "તું આટલો બેજવાબદાર કેવી રીતે બની શકે, ફેનીલ?" ફેનિલની આંખો આંસુઓથી ભરેલી હતી. એક અઠવાડિયા પહેલા, તેના શિક્ષકે તેને કહ્યું હતું કે તે ક્લાસમાં મોડા આવવા માટે બેજવાબદાર છે. થોડા દિવસો પહેલા જ, જ્યારે તેની માતાએ તેના કપડાં ન લટકાવવા માટે તેને ઠપકો આપ્યો ત્યારે 'બેજવાબદાર' શબ્દનો ઉપયોગ કર્યો હતો. એ ભયાનક શબ્દ 'બેજવાબદાર' ફેનિલના મગજમાં વારંવાર ફરી રહ્યો હતો.
ફેનિલ આર્ટ ક્લાસ માટે અર્જુનની સાથે બેઠો હતો. કોઈએ ફેનિલને ધક્કો માર્યો અને તે અર્જુન પર પડ્યો. જેથી તેનો પગ બહુ ખરાબ રીતે ડેસ્કને અથડાયો. જે છોકરાએ ફેનિલને અર્જુન પર ધક્કો માર્યો હતો તેણે દરેક બાબત માટે ફેનિલને જવાબદાર ઠેરવ્યો. જ્યારે આખો વર્ગ જોઈ રહ્યો હતો, ત્યારે અર્જુનને કાં તો ફેનિલ સાથે ઝઘડો કરવા અથવા તેને અવગણવા માટે ઉત્તેજિત કરવામાં આવ્યો હતો.
અર્જુને બૂમ પાડી, "ચાલ ફેનીલ, ચાલ લડીએ!" ફેનિલે જવાબ આપ્યો, "હું મારી જાતે પડ્યો નથી," પણ બીજા કલાસમેટસે તેને લડાઈમાં ધકેલી દીધો. અર્જુને ફેનિલના ચહેરા પર મુક્કો માર્યો અને તે જમીન પર પડી ગયો. આખો વર્ગ ફેનિલ પર હસી પડ્યો. એટલામાં જ શિક્ષક કલાસમાં આવ્યા અને અર્જુન અને ફેનિલને લડતા જોયા. "હું ઈચ્છું છું કે તમે બંને મેદાન પર જાઓ અને એકબીજાનો હાથ પકડીને એક માઈલ દોડો," શિક્ષકે સજાની જાહેરાત કરતા કહ્યું. ફેનિલ અને અર્જુન બંને શરમાઈ ગયા, પણ તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો. શિક્ષકના કહેવા પ્રમાણે તેઓ એક માઈલ દોડવા મેદાન પર ગયા.
તેમની દોડ દરમિયાન, ફેનિલે કહ્યું, "અર્જુન, મારી ભૂલને કારણે આજે રમત હારી જવા બદલ મને માફ કરજે" ફેનિલના ચહેરા પર મુક્કાના નિશાન હજુ પણ તાજા હતા, અને તેના ભારે વજનને કારણે તે ધીમે દોડી રહ્યો હતો. ત્યારે અર્જુનને તેની ભૂલનો અહેસાસ થયો. તેણે જ ફેનિલને રમત હારવા માટે દોષી ઠેરવ્યો અને લડાઈ શરૂ કરી હતી. તેણે જ ફેનિલને દુઃખ પહોંચાડયું હતું. તેમ છતાં, ફેનિલે તેને ક્યારેય શબ્દોથી કે વર્તન દ્વારા, તેને સામે દુઃખ પહોંચાડ્યું નહોતું. અર્જુને ફેનિલ તરફ જોયું, અને તેને લાગ્યું કે ફેનિલ એવો માણસ છે કે જે આંતરિક મૂલ્યો ધરાવે છે અને તે બહારથી જેવો દેખાય છે તેના કરતાં અંદરથી ઘણો સારો લાગે છે.
અર્જુને તેની આંખોમાં આંસુ સાથે કહ્યું, "માફી ના માંગીશ ફેનિલ, એ મારી ભૂલ હતી, અને હું માફી માંગુ છું. તે આખી ટીમની રમત હતી, અને જીત કે હાર માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી. અને આપણે તો, આનંદ માટે રમતા હતા. નહીં કે જીતવા કે હારવા માટે. હું તને દોષિત માનવા અને દુઃખ પહોંચાડવા બદલ માફી માંગું છું."
ત્યારથી અર્જુન અને ફેનિલ સારા મિત્રો બની ગયા. દાદાશ્રી કહે છે કે, બીજાની મશ્કરી કરવા માટે જ્યારે એક શબ્દ પણ વપરાતો નથી ત્યારે વાણીની શક્તિ ઊભી થાય છે.
Related Links-
Video Clip- When someone teases you
Akram Tales- Jungle race
Magazines - મશ્કરીના જોખમો