Aaloo Chilly – Chapter01

આજે હું એટલે કે ચીલી તમને કહીશ કે અમારું વેકેશન કેવું જઈ રહ્યું છે...!! ઉનાળાનું વેકેશન એટલે સ્પોર્ટ્સ વીકની શરૂઆત અને આ વખતે તો સ્પોર્ટ્સ વીક મારા માટે બહુ જ સ્પેશિઅલ છે. કારણ કે આલુએ સ્કેટિંગ ચેમ્પિયન લીગમાં પાર્ટ લીધો છે. સેમિફાઈનલ તો પતી ગઈ અને કાલે ફાઈનલ છે. ખબર છે સેમિફાઈનલમાં આલુએ કોને હરાવી દીધો ? લાસ્ટ યરના સિલ્વર મેડલ વિનર મોમો શિયાળને !

કાલે ફાઈનલમાં આલુની કોમ્પિટિશન કુલ્ફી(સસલા) સાથે થશે. કુલ્ફી છેલ્લા પાંચ વર્ષથી ચેમ્પિયન રહી ચૂક્યો છે. તો શું થઇ ગયું ? આલુની તૈયારી પણ કેવી જોરદાર છે.

પણ સાચું કહું, આલું કરતા વધારે તૈયારી તો મારે કરવાની છે. મે આલું માટે બેનર બનાવ્યા છે.

વેજિટેબલમાં સૌનું ફેવરિટ, એ છે આલું. સમોસું છે જેના વગર અધૂરું, એ છે આલુ. જીતશે જે આજે ચેમ્પિયનશિપ એ સૌનો ફેવરિટ આલુ.

તાપમાં જેમ પીગળી જાય છે એ આઈસ્ક્રીમ કુલ્ફી, એ જ રીતે ફાઈનલમાં હારીને નીકળી જશે કુલ્ફી.

પાર્સલી, મારો નાનો ભાઈ કહે છે કે મારા પોસ્ટરની કવિતા, કવિતા નથી લગતી. આ સાંભળીને મને એને મારવાની ઈચ્છા થઇ પણ જો એ રડતો રડતો મમ્મી પાસે જશે તો મમ્મી મને જ ખિજાશે. એમેય પાર્સલી જયારે મારી ફરિયાદ કરે ત્યારે ભૂલ હોય કે ના હોય, સજા તો મને મળી જ જાય છે. પહેલા પણ આવું બન્યું છે.

પાર્સલી : મમ્મી, ચીલીએ મને ચાંચ મારી....

મમ્મી : ચીલી, એક વીક માટે તારે રમવા જવાનું નથી.

આ યાદ આવતા મેં પાર્સલી મારવાનું કેન્સલ રાખ્યું છે.

કાલે જયારે સ્કેટિંગ રિંગ પર હું અને પાર્સલી આ બેનર લઈને ઊડીશું તો બધાને ખબર પડશે કે હું કેટલો મોટો કવિ છું. જો કે હજી મેં રિંગ પર બેનર લઈને ઊડવાનીપરમિશન લીધી નથી. પણ મારી આવી સરસ કવિતા વાંચ્યા પછી મને કોણ ના પાડી જ શકે !

ઉપરથી જયારે આલુ પોતાની વિનિંગ સ્પીચમાં કહેશે કે, ‘હું એનો કેટલો મોટો સપોર્ટર છું, એ સ્કેટિંગ કરતા કરતા ૮૦૦ વાર પડ્યો હશે અને મેં હંમેશા એનો સાથ આપ્યો છે.’ આ બધું સાંભળીને બધાની આંખોમાં પાણી જ આવી જશે.

ચીલી, મને થોડો ડર લાગે છે. તે મોમોને હરાવી દીધો, આ કુલ્ફી તો શું ચીજ છે ? કુલ્ફી તો મારા બેનર જોઇને જ પીગળી જશે.

ફ્રેન્ડસ, ચીલી તો આલુની ફાઈનલ માટે ખુબ જ ઉત્સાહિત છે. તમને શું લાગે છે ? શું આલું જીતશે ?

વધુ આવતા અંકે...