મને ઘણી વાર ખબર નથી પડતી કે આલુ મારો ફ્રેન્ડ છે કે દુશ્મન ! મેં એના માટે આટલા સારા બેનર બનાવ્યા ને એણે બધા જ રિજેક્ટ કરી દીધા. અને સાથે સાથે મને રિંગ પર ઊડવાની પણ ના પાડી દીધી. આલુ મને કહે, ‘ચીલી, આ બેનરથી કુલ્ફીને ખરાબ લાગશે. અને તું બેનર લઈને ઊડીશ તો મારું ધ્યાન સ્કેટિંગ પર નહીં રહે.’
અરે, કુલ્ફીને ખરાબ લગાડવા જ તો મેં બેનર બનાવ્યું હતું. કંઈ નહીં. ઊડાય નહીં તો શું, સ્ટેન્ડમાં બેનર લઈને ઊભા તો રહેવાય ને ! પણ, જયારે મેં અને પાર્સલીએ સ્ટેન્ડમાં ઊભા રહીને બેનર પકડ્યું ત્યારે જીફ્ફી અને થીઓ અમારી આગળ આવીને ઉભા રહી ગયા.
જીતેગા ભાઈ જીતેગા, હમારા આલુ જીતેગા ! રીંગ હો યા સ્વિમ, આલુ ઈસ ધી બેસ્ટ !
અને થોડીવારમાં પાર્સલી પણ એમની સાથે આ બોરિંગ નારા રિપીટ કરવા લાગ્યો. બધા બહુ ખુશ હતા કારણકે જેટલીવાર આલુ અમારી પાસેથી પાસ થતો, એટલી વાર બધાને એક મોટી સ્માઈલ આપતો જતો. આમ તો આલુએ બધા સામે જોવાની જરૂર નહોતી. એનો સહુથી મોટો સપોર્ટર તો હું જ હતો ને !
બધી વાતો બાજુમાં. આલુએ શું સુપર્બ સ્કેટિંગ કર્યું છે ! એ એકેય વાર પણ ના પડ્યો. અમારી લેટ નાઈટ પ્રેક્ટીસ અને મારા પ્રોત્સાહન આપતા શબ્દો પછી આલુનું જીતવાનું તો નક્કી જ હતું ! મને લાગે છે કુલ્ફી તો આલુની સ્પીડથી બે-ત્રણ વાર રિંગના દોરડે ભટકાઈ ગયો હતો.
અને પછી વારો આવ્યો આલુની વિનિંગ સ્પીચનો. મને ખાતરી હતી કે અત્યાર સુધી ભલે આલુની સફળતા પાછળનું કારણ કોઈને ના ખબર હોય પણ હવે તો બધાને મારી મહેનત દેખાશે જ. પણ...
આલુએ કહ્યું, ‘થેન્ક યૂ, કુલ્ફી અને મોમો. તમે હારી ગયા એટલે હું જીત્યો.’
‘તમે હાર્યા એટલે હું જીત્યો?” જો ખરાબ સ્પીચની કોઈ કોમ્પિટિશન હોત તો આલું એમાં પાક્કું જીતી જાત. આલુએ રડી રડીને બધા નાના પ્રાણીઓ માટે ઉનાળામાં ચોમાસું લાવી દીધું. અને એને રડતો જોઇને જીફ્ફી અને થીઓ પણ રડવા લાગ્યા. આ ગ્રુપ રુદનમાં આલુ મારા વિશે તો કંઈ બોલ્યો જ નહીં. પણ વાંધો નહીં. પાર્ટી તો હજુ બાકી છે. આ કઈ પાર્ટીની ચીલી વાત કરે છે ? શું આલુ પાર્ટીમાં ચિલીને થેન્ક યૂ કહેશે ??