મને ખાતરી હતી કે આલુ જીતશે. એટલે જ તો મેં એની જીત સેલિબ્રેટ કરવા માટે પાર્ટીની તૈયારીઓ પહેલેથી જ કરી રાખી હતી.મને લાગતું હતું કે મારી ગ્રાન્ડ પાર્ટી જોઇને બધા કદાચ આલુનું સ્કેટિંગ ભૂલી જશે.
આ થીઓ એટલો દોઢડાહ્યો છે ને એને ચીલી શેકનું નામ બદલવું છે ! એમની આવી વાતો સાંભળીને મને અંદર ગરમ ગરમ લાગવા માંડ્યું. ત્યાં જ...
આલુની આ વાત સાંભળીને તો મને અંદર ઠંડુ ઠંડુ લાગ્યું. છેવટે મારી સ્પિચનો સમય જ આવી ગયો. હું કહેવા જ જતો હતો કે મેં કઈ રીતે આલુને પ્રોત્સાહન આપ્યું કે ત્યાં...
બોલવાનું તો મારે હતું ને બોલવા એ લોકો લાગ્યા. એ લોકોએ સાંભળ્યું નહીં કે આલુએ શું કહ્યું, આલુ મને ક્રેડિટ આપી, તો હવે મને કંઇક કહેવાનો ચાન્સ મળવો જોઈએ ને ! એ લોકો પણ શું આલુ આલુ કર્યા કરે છે !
મને લાગે છે કે મારે પાર્ટી જ નહોતી રાખવા જેવી. ફક્ત મેં અને આલુએ ચીલી શેક પીને સેલિબ્રેટ કર્યું હોત તો કેટલી મજા આવત ! મને લાગ્યું કે મારે આલુને લઈને ઘરે જતા રહેવું જોઈએ. પણ આલુ તો બધાની વચ્ચે ઊભો હતો. એને કેવી રીતે બહાર કાઢવો ?
મને અંદર ફરી ગરમ ગરમ લાગવા માંડ્યું. પાર્ટી અરેન્જ કરવા માટે મેં બહુ કામ કઈ લીધું છે. મને થયું કે મારે હવે આરામ કરવો જોઈએ. એટલે હું ઘરે જવા નીકળી ગયો.