આલુએ સ્કેટિંગ કોમ્પિટિશનમાં જીત્યા પછી ચીલીએ એના માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. ત્યાં ચીલીને અંદર ગરમ ગરમ લાગી રહ્યું હતું એટલે એ બાય કહ્યા વગર જ પાર્ટી છોડીને ઘરે આવી ગયો. આલુ પાર્ટી પછી ચીલીને મળવા એના ઘરે આવ્યો છે. ચીલીને એને મળવાની જરાય ઈચ્છા નથી. હવે આગળ...
મને અંદર એટલું ‘ગરમ ગરમ’ લાગી રહ્યું હતું. પણ આલુને તો મારી કંઈ પડી જ નહોતી. એનું ધ્યાન તો પોતાની ટ્રોફીમાં જ હતું.
આલુ પોતાના વખાણ કરી કરીને બોર નહોતો થયો. પણ હું એની વાતો સાંભળીને કંટાળી ગયો હતો. બરાબર છે કે એ જીતી ગયો છે, પણ આવી રીતે નોન સ્ટોપ પોતાના વખાણ કોણ કરે ? એ મને કહેવા લાગ્યો કે, ‘થીઓ તો ‘ચીલી શેક’ નું નામ બદલીને ‘આલુ શેક’ કરવા માંગે છે.” પણ મેં તો એને કીધું કે, “તું એનું નામ ‘આલુ-ચીલી’ શેક કરી નાખ. કેમ કે, ચીલીની સિંગિંગ કોમ્પિટીશન આવે છે અને આ વખતે એ પણ જીતવાનો જ છે.”
મને થયું કે એક તો ‘ચીલી શેક’માં ‘આલુ’ ઘૂસી ગયો અને એમાં પણ આલુનું નામ પહેલા ? આમાં થવા જેવું શું છે ? પછી આલુએ મને કહ્યું કે, ‘ચીલી, થેન્ક યૂ. તે મારી બહુ હેલ્પ કરી.’ અને પછી એણે એની ટ્રોફી આપી દીધી. એની આ વાતથી મને એટલું ઠંડુ લાગ્યું, એટલે ઠંડુ લાગ્યું, કે કંઇક ઠંડુ ખાવાની ઈચ્છા થઇ હતી એ પણ ઊડી ગઈ. મેં તરત એને કહી દીધું...
હવે તો મારે જીતવું જ પડે એવું છે. જતાં જતાં આલુએ મને કહ્યું, ‘મોડે સુધી ના જાગીશ. તારા અવાજ માટે સારું નથી. આપણે સવારે રિયાઝ કરવા મળીશું.’ રિયાઝના વિચારથી મને મસ્ત ઊંઘ આવી ગઈ.
સવારે ઊઠીને...
અત્યાર સુધી અમે આલુની સ્કેટિંગ પ્રેક્ટિસ કરતા હતા. હવે અમે મારી સિંગિંગ પ્રેક્ટિસ કરવા મળીશું. અને જયારે હું આ કોમ્પિટિશનમાં જીતી જઈશ ત્યારે આલુની જેમ હું મારી વિનિંગ સ્પિચમાં એને ભૂલી નહીં જઉં.
મારી સફળતાનું કારણ મારો મધુર અવાજ ને આલુનું પ્રોત્સાહન. બધાએ કહ્યું હતું કે કોકો કોયલને કોઈ ના હરાવી શકે. પણ મને મારા પર પૂરો વિશ્વાસ હતો.
અને હજુ તો હું ટ્રોફી લેવાનો વિચાર કરતો જ હતો ત્યાં તો પાર્સલી ઊડીને મારા મોઢાની સાવ નજીક આવીને ઊભો રહ્યો. અચાનક પાર્સલીને આટલા ક્લોઝ અપમાં જોઇને મને સખત શોક લાગ્યો. એટલું જ નહીં, પણ એ કંઇક ગાઈ રહ્યો હતો. પાર્સલીને ગાતો સાંભળવો એટલે જીવનનું સૌથી મોટું દુર્ભાગ્ય કહેવાય. તમે એને ગાતા સાંભળો તો તમને એમ લાગે કે, ‘કાશ, મને સંભળાતું બંધ થઇ જાય !”
પણ આ પાર્સલી શું ગાઈ રહ્યો છે. મને કેમ ચક્કર આવવા લાગ્યા ?