Aaloo-Chilly – Chapter06

ચીલીએ તો તમારી સાથે બહુ બધી વાતો કરી. હવે, હું તમને થોડી વાતો કહું. યાદ છે ને, ચીલીને પાર્સલીનું સોંગ સાંભળીને ચક્કર આવી ગયા હતા ? મને નથી ખબર એવું કેમ થયું ? હું તો પ્રેક્ટિસ માટે ચીલીને સવારે બોલાવવા ગયો હતો. અને પાર્સલી ગાઈ રહ્યો હતો.

સાચું કહું તો મને એની કવિતા બહુ સમજાઈ નહોતી. કેમ કે પાર્સલી બહુ જ ગંદુ ગાય છે. એ મોઢામાં કાગળનો ડૂચો નાખીને ગાતો હોય એવું લાગે. પણ એને ખરાબ ના લાગે એટલે મેં એની કવિતામાં થોડો ડાન્સ કર્યો.

પાર્સલીએ ગાવાનું બંધ કર્યું અને મેં ચીલી સામે જોઇને ‘હાઈ’ કર્યું. પણ ચીલી તો એટલો બધો લાલ હતો કે મને થયું કે કદાચ એણે આજે ચીલી શેકમાં વધારે ચીલી નાખી દીધી હશે.

મેં એને એક મોટી સ્માઈલ આપી પણ એ તો મારી સાથે કંઈ પણ બોલ્યા વગર સીધો ઘરની બહાર નીકળી ગયો. કદાચ એ પાર્સલીનું સિંગિંગ વધારે સહન નહીં કરી શકતો હોય.

હું પણ એની પાછળ દોડ્યો. મેં એને પૂછ્યું, ‘ચીલી હું કેટલા દિવસથી રાહ જોઉં છું કે આપણે મળીને તારી સિંગિંગ પ્રેક્ટિસ કરીએ. કેટલા ટાઈમથી મેં તારા સોંગ્સ સાંભળ્યા જ નથી !”


ખબર નહીં કેમ ચીલી કંઈ બોલ્યો જ નહીં. ઘણીવાર એ રિયાઝના વિચારોમાં ખોવાઈ જાય છે, પણ આટલો લાંબો ટાઈમ કંઈ પણ બોલ્યા વગર તો ચીલી રહ્યો જ નથી. પછી તો મેં એને પૂછી જ લીધું, ‘ચીલી, તને ટેન્શન થાય છે ?” ચીલીએ એકદમ ગુસ્સામાં મારી સામે જોયું અને બોલ્યો.

ચીલીએ મને ડરપોક કીધો ! ચીલીએ મારી સાથે ક્યારેય પણ આવી રીતે વાતો નહોતી કરી. ખબર નહીં એને શું થયું હતું. પછી એણે મને પૂછ્યું કે, ‘તે પાર્સલીના સોંગ પર ડાન્સ કેમ કર્યો ?’

પાર્સલીના સોંગ પર ડાન્સ કરવાથી ચીલીને કેમ ખરાબ લાગ્યું ? મને તો કંઈ ખબર જ નહોતી પડતી.