ચીલી આલુ પર ચીડાયેલો હતો. પણ આલુ એના માટે ‘બેસ્ટ સિંગર’ વાળી બોટલ લાવ્યો, એટલે ચીલી ફરી ખુશ થઇ ગયો હતો. પણ જયારે આલુએ ચીલીના હરીફ કોકોને પણ જ્યુસની બોટલ આપી ત્યારથી ચીલીને ગરમ ગરમ લાગવા માંડ્યું છે હવે આગળ...
હજુ હું કંઈ વિચારું, એ પહેલા તો આલુએ જોરથી બુમ પાડી, ‘ચીલી, તું એકદમ મસ્ત ગાય છે !”
અને તળાવ પર બધાનું ધ્યાન મારા પર પડ્યું. બધા મને જોઈ રહ્યા હતા. એ જોઇને હું ગભરાઈ ગયો. મને થયું, કે આ આલુ બૂમો શું કામ પડતો હશે ? પણ પછી તરત થયું, કે હું શું કામ ચિંતા કરું ! મારું ફ્રેન્ડશિપ સોંગ સાંભળીને બધા રડી પડશે. મને તો ડર છે કે જો જીફ્ફી અહીંયા હશે તો આજે એના આંસુથી તળાવમાં પૂર આવી જશે.
હજુ હું મારું ગાવાનું પૂરું કરું, એ પહેલા કોકોએ વચ્ચેથી ગાવાનું શરુ કરી દીધું.
આ કોકો કેવી છે ? મેં ફ્રેન્ડશિપ પર સોંગ ગાયું, તો એણે મારી કોપિ કરી. અને મારું સોંગ પૂરું પણ ના કરવા દીધું. આ ઓછુ હતું ત્યાં તો આલુ બોલ્યો.
આ આલુ શું બોલ્યો ? પાર્સલીના ગાવાથી મને સંભળાતું બંધ તો નથી થઇ ગયું ને ?! મને ‘બેસ્ટ સિંગર’ કહીને એ કોકોના વખાણ કરે છે !! મેં તરત જ જઈને એના ખભા પર ચાંચ મારીને કહ્યું, “આલુ, તું મારા બદલે ‘કોકોનું’ નામ બોલ્યો.” તો મને ધીરેથી કહે, ‘તે સાંભળ્યું એણે શું ગાયું ?’ અરે ! હું શું કામ કોકોને સાંભળું ?! કોકોએ મને સાંભળીને ગાતા શીખવાનું છે, બેસ્ટ તો હું છું. ત્યાં તો ફરીથી આલુ બોલ્યો,
આ સાંભળીને હું હસી જ પડ્યો. મને હવે લાગે છે કે આલુ તો મસ્તી કરે છે.