Aaloo-Chilly – Chapter11

કોમ્પિટિશન પહેલા આલુએ કોકોને ‘તું ચોક્કસ જીતીશ’ એમ કહ્યું... એટલે ચીલીએ છેલ્લી ધડીએ પોતાનું સોંગ બદલી નાખ્યું. અને એના પરફોર્મન્સ પર બધા ખૂબ હસ્યા. હવે જોઈએ, કે ચીલીને આગળ શું કહેવું છે...

આલું આવું કેમ કરે છે ? એ મારો ફ્રેન્ડ છે કે કોકોનો... ? બધા મારા સોંગ પર કેટલું હસ્યા. પણ એ કંઈ ના બોલ્યો. એને જયારે સ્કેટિંગ નહોતું આવડતું અને બધા એને હેરાન કરતા હતા, ત્યારે હું એના માટે બધા સાથે લડતો હતો અને એ ? એ તો મારા બદલે કોકોની સાઈડ લે છે. મારી તો તબિયત પણ બગડી ગઈ હોય એવું લાગે છે. મને અંદર એટલું ગરમ ગરમ લાગે છે કે મારા પીંછા પણ બળી રહ્યા છે.

મને થયું કે હવે મારે આઈસક્રીમ ખાવો જ પડશે. મેં ફ્રીઝ ખોલ્યું. આઈસક્રીમ કાઢીને ખાવા જતો જ હતો, ત્યાં મને પાર્સલીનો કર્કશ અવાજ સંભળાયો. મને ખબર હતી, કે મારી પાછળ આલુ અને એનો ચમચો પાર્સલી આવી જ જશે. મેં પાછળ વળીને જોયું તો પાર્સલી એકલો જ હતો. આલુ ક્યાંય ના દેખાયો. એટલે મેં પાર્સલીને પૂછ્યું, “ક્યાં છે તારા આલુભાઈ ? ત્યાં તો બહુ ‘કોકો કોકો’ કરતા હતા !”

તો પાર્સલી બોલ્યો, ‘કોકોનું સોંગ સ્ટાર્ટ થઇ ગયું છે ! કોકોને એમના સપોર્ટની જરૂર છે. એટલે એ તો ત્યાં જ છે !’ એની વાત સાંભળીને મને એટલું બધું ગરમ ગરમ લાગ્યું, કે જાણે હું ગરમ તેલમાં પડી ગયો હોઉં. મે તો એને કહી દીધું, ‘તો તું શું કામ આવ્યો ? તારેય ત્યાં જ રહેવું હતું ને !’ પાર્સલીએ કહ્યું, ‘ચીલી, તું મારી વાત સાંભળ, મેં આલુભાઈ અને કોકોને વાત કરતા સાંભળ્યા, હું તને સમજાવું કે આલુભાઈ કેમ...’ કોકોનું નામ સાંભળીને મને પેલી વાત ફરીથી યાદ આવી ગઈ. આલુ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તો પણ એણે કોકોને કહ્યું હતું, કે ‘તું મસ્ત ગાજે, કોકો, તું ચોક્કસ જીતીશ !’

મારે બસ હવે અહીંયાથી ક્યાંક જતા રહેવું છે. પણ હું જ્યાં જઈશ ત્યાં પાર્સલી મારી પાછળ આવશે. એનો પીછો છોડાવવા મેં એને કહ્યું, “ફ્રિજમાં જે ‘ચીલી શેક’ છે એ તો હું જ પીવાનો છું !” અને ‘ચીલી શેક’નું નામ સાંભળતા જ બધું ભૂલીને પાર્સલી સીધો ફ્રિજ પાસે દોડ્યો.

જેવો પાર્સલી અંદર ગયો કે હું તરત ત્યાંથી બહાર ઉડી ગયો. ઠંડી હવામાં પણ સારું ના લાગ્યું. બસ હવે થીઓના કેફેમાં જઇને કઇંક ઠંડુ પીવાથી જ મને સારું લાગશે !! એમ વિચારી હું થીઓના કેફે પર ગયો. ઉપર આકાશમાંથી નીચે કેફે તરફ જોયું અને મને એકદમ ઠંડક થઇ ગઈ !

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...