થીઓના કેફે પર પોતાની સરપ્રાઈઝ પાર્ટી જોઈને ચીલી ખૂબ ખુશ થયો થઈ ગયો હતો. પણ પાર્ટીમાં કોકોને જોતા ફરી એને બધું ગરમ ગરમ લાગવા લાગ્યું. હવે જોઈએ કે આગળ ચીલીને શું થાય છે.
સાચું કહું, કોકોને પાર્ટીમાં જોઈને મને કોમ્પિટિશન યાદ આવી ગઈ. કઈ રીતે આલુએ મારો સાથ છોડી દીધો ! કઈ રીતે બધા મારા પર હસ્યા ! મને ફરી બધું દઝાવવા લાગ્યું. મને થયું કે કદાચ આ કોકોની પાસે રહેવાથી મને બધું દાઝે છે ! જો એ અહીંયાથી જતી રહે તો બધું ઠંડુ થઈ જશે.
હું આવું વિચારતો હતો ત્યાં તો થીઓ અને ઝોઈ બહાર આવી ગયા. ‘અરે, આ શું ? કોકો તું અમારા કેફે પર આવી ! કોમ્પિટિશન વિનર પોતે !’ ત્યાં તો જીફ્ફી આવ્યો અને કહેવા લાગ્યો, ‘તારે અમારી સાથે નેક્સ્ટ એડવેન્ચર પર આવવાનું છે ! આપણે બહુ મજા કરીશું.’
મારા ફ્રેન્ડ્સ થઈને મને કોઈ દિવસ એડવેન્ચર પર નથી લઈ જતા અને આ કોકો કોમ્પિટિશન શું જીતી ગઈ, બધા એના ફ્રેન થઈ ગયા.આ થઈ શું રહ્યું છે ?
ત્યાં તો આલુ મારી બાજુમાં આવીને ઊભો રહ્યો અને બોલ્યો, ‘હાઈ ચીલી ! મને ખબર હતી કે તું ઊડીને અહીંયા જ આવીશ !” અને એણે મને એક મોટી સ્માઈલ આપી. એ સ્માઈલ એકદમ મારા બેસ્ટ ફ્રેન્ડ આલુવાળી હતી.. મેં એને કીધું, આલુ મને બધું મળે છે બળે છે.’
ત્યાં તો રીઝો ક્યાંકથી કેમેરા લઈને આવી ગયો અને ફોટો પાડતા પૂછ્યું, ‘કોકો, કેવું લાગે છે કોમ્પિટિશન જીતીને ?’ કોકો બોલી, ‘મારી સફળતાનું કારણ મારો મધુર અવાજ ને આલુનનું પ્રોત્સાહન છે. મને હતું, કે ચીલીને કોઈ હરાવી ના શકે. પણ આલુને કારણે…’ મને થયું, મારાથી એની વાત નહીં સાંભળી શકાય. આ તો મારી સ્પીચ હતી. મારી જીત્યા પછીની સ્પીચ !
મારી ટ્રોફી, મારી સ્પીચ, મારો બેસ્ટ ફ્રેન્ડ આલુ, મારા બીજા ફ્રેન્ડ્સ બધું આ કોકો લઈ લેશે. મારા શરીરમાં હવે આગ લાગી ગઈ હતી. મેં આલુ સામે જોયું, તો એ મારી બદલે કોકોને સ્માઈલ આપી રહ્યો હતો. મારી આંખોમાં પાણી આવી ગયું.
મને થયું, મારે અહીંયા રહેવું જ નથી.
બધા કોકો સાથે વાતોમાં બિઝી હતા. હું પાર્ટી છોડીને ત્યાંથી જતો રહ્યો.