અંધ વિશ્વાસથી સાવચેત રહો

એકવાર રામપુર નામના નાનકડા ગામમાં સુરેશ અને મહેશ નામના બે મિત્રો રહેતા હતા. તેઓ નાનપણથી સાથે રમતા, નવું શીખતા સાથે મોટા થયા હતા. મોટા થયા પછી સુરેશ, જેઓ સંસારી આનંદથી અલગ હતા, તે અપરણિત રહ્યા, જ્યારે મહેશે લગ્ન કર્યા.

લગ્ન પછી ઘરની તમામ જવાબદારીઓનો બોજ મહેશ ઉપર આવી ગયો. તેના માતા-પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને તેના નાના ભાઈ-બહેનોની જવાબદારી હવે મહેશના પર આવી ગઈ હતી. સમય જતાં, તે ત્રણ બાળકોનો પિતા પણ બન્યો. બે વર્ષના દુકાળને લીધે, તેની લણણી ફળ વિનાની રહી હતી. સંજોગોમાં, તેણે તેની જમીન ભાડે આપી. અને તેના પર લોન લીધી, જેથી તે તેના ઘરનો ખર્ચ પૂરો કરી શકે. પરિણામે, તેનુ દેવું વધતું ગયું અને ધીમે ધીમે તેનો બોજો વધતો ગયો.

તે ખોટમાં જતો હતો અને વિચારતો હતો, "હવે, મારે શું કરવું જોઈએ? મને લાગે છે કે મારે નવો ધંધો શરૂ કરવો જોઈએ અથવા શહેરમાં નોકરી કરવી જોઈએ."

સમયગાળા દરમિયાન તેમના ગામમાં એક સંન્યાસી આવ્યા હતા. ભીડને આકર્ષવા માટે, સંન્યાસી કેટલાક  'ચમત્કારો' કરવા લાગ્યા. ગામના ગરીબ અને ઓછા ભાગ્યશાળી લોકો બધા ચમત્કારોથી પ્રભાવિત થયા અને તેની જાળમાં ફસવા લાગ્યા.

 મહેશ, અન્ય લોકોની જેમ, સંન્યાસી પાસે ગયો, જેણે તેની મુશ્કેલીઓ સાંભળી અને તેને આશ્વાસન આપતા કહ્યું, "તમારા ગ્રહો હમણાં બરાબર ચાલતા નથી. તમારે થોડા પૂજા-પાઠ અને પ્રાર્થના કરવી પડશે, અને પછી બધું સારું થઈ જશે." પછી તેમણે મહેશની હથેળી પર એક સિક્કો મૂક્યો અને કેટલાક 'મંત્ર'નો જાપ કર્યો. થોડી ક્ષણોમાં સિક્કો અત્યંત ગરમ થઈ ગયો. તેનાથી મહેશ દાઝી ગયો અને તેણે તેને તેની હથેળી પરથી સિક્કો ફેંકી દીધો.

સંન્યાસીએ કહ્યું, "દીકરા, તારે શાંતિની પ્રાર્થના કરવી પડશે જેના માટે તમારે કેટલીક કિંમત ચૂકવવી પડશે."

મહેશે ઘટનાને સાચી માની લીધી, અને વિચાર્યુ કે તેને સંન્યાસી દ્વારા કહ્યા પ્રમાણે, તેના ભાગ્યમાં રહેલી ખામીને સુધારવાની જરૂર છે. તેણે સંન્યાસીને ચૂકવવા માટે લોન પર વધુ પૈસા લેવાનું શરૂ કર્યું. સંન્યાસીએ, નિયમિતપણે નવા ચમત્કારો સાથે મહેશને મૂર્ખ બનાવીને તેનો લાભ લેવાનું ચાલુ રાખ્યું. રીતે મહેશ લગભગ ભાંગી પડ્યો. મહેશને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો હતો અને તેણે આગળ શું કરવું તે અંગે તે સંપૂર્ણપણે મૂંઝવણમાં હતો.

યોગાનુયોગ એક દિવસ તેનો બાળપણનો મિત્ર સુરેશ મળ્યો. મહેશને અવસ્થામાં જોઈને સુરેશ ચોંકી ગયો. મહેશે તેના મિત્ર સુરેશને બધું કહ્યું, જે તરત સમજી ગયો કે ચમત્કારના નામે છેતરપિંડી છે. 

સુરેશે મહેશને કહ્યું, "ચાલ, આપણે બંને સંન્યાસી પાસે જઈએ." સુરેશે પોલીસને જાણ કરી અને પોલીસને પણ સાથે લીધી. 

સંન્યાસીને મળ્યા પછી, સુરેશે ડોળ કર્યો કે તે પણ ખૂબ કમનસીબ હતો અને તેને મદદની જરૂર હતી. 

"સર, કૃપા કરીને મને મદદ કરો. હું જે કરું છું તે બધું ખોટું થાય છે." 

સંન્યાસી, અપેક્ષા મુજબ, તેની હથેળી પર એક સિક્કો મૂક્યો અને 'મંત્ર' બોલ્યા. થોડીવાર પછી સિક્કો અત્યંત ગરમ થઈ ગયો. સંતને ફસાવવા માટે, સુરેશ ચમત્કારથી ચકિત થઈ ગયો હોય, તેવું વર્તન કરતો હતો. ત્યારબાદ સંતે પોતાની હથેળીમાંથી લાલ સિંદૂરનો પાવડર બનાવ્યો. 

જોઈને સુરેશ બોલ્યો, "તમે લાલ સિંદૂરનો પાવડર કેમ બનાવો છો? એવું કંઈક બનાવો જે લોકોને કામમાં આવે. જેમ કે, તમે કેસર બનાવો, તો તે ગળ્યું દૂધ બનાવવામાં કામમાં આવશે ! પૈસાનું ઉત્પાદન કરો, જેથી તે ગરીબ લોકોને દાન આપવા ઉપયોગી થઈ શકે. માટે તમે ચમત્કારના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છો. 

સંન્યાસી ડરી ગયો અને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરેશે તરત પોલીસને તેને પકડવા માટે ઈશારો કર્યો. સંન્યાસીએ સ્વીકાર્યું કે તેણે અંધ વિશ્વાસ ફેલાવવા અને લોકોને છેતરવા માટે 'ચમત્કાર' બતાવવા માટે હાથની યુક્તિઓ અને વૈજ્ઞાનિક પ્રયોગોનો ઉપયોગ કર્યો. પોલીસે તેની પૂછપરછ કરી અને તેને દરેકના પૈસા અને કિંમતી ચીજવસ્તુઓ પાછી આપવા કહ્યું. મહેશને તેના પૈસા અને કિંમતી સામાન પણ પાછો મળી ગયો. 

સુરેશે સંન્યાસીને ધમકી આપી કે, સિક્કો કેવી રીતે ગરમ થયો તે અમને જણાવો નહીંતર તમારે જેલમાં જવું પડશે. દુઃખી સંન્યાસીએ જવાબ આપ્યો, "ધાતુના સિક્કા પર કોઈ ચોક્કસ રસાયણ લગાવવાથી, રાસાયણિક સંયોજનની રચનાને કારણે, સિક્કો થોડી ક્ષણોમાં જાતે ગરમ થઈ જાય છે. જોનારને એવું લાગશે કે જાણે ખરેખર કોઈ ચમત્કાર થયો હોય, પરંતુ ચમત્કાર નથી, તે માત્ર વિજ્ઞાન છે.

સાંભળીને મહેશે સુરેશને તેની જીંદગી બરબાદ થતા બચાવવા બદલ આભાર માન્યો અને પોતાનું જીવન નવેસરથી જીવવાનું નક્કી કર્યું. 

મિત્રો, જો તમે આવા ચમત્કારોના સાક્ષી હશો તો હવેથી તમે સાવધાન થઈ જશો ને? તમે છેતરાશો નહીં ને?

Related links:

Magazine: Miracle

Animation Videos on Miracles