ટિયાનાની લાઈફમાં યુ-ટર્ન
જીમી એકદમ સમજુ બની ગઈ હતી. તો ટિયાના હવે કોની સાથે લડી શકે? એક દિવસ, તેને એક એવી વ્યક્તિ મળી કે જેને તે ચીડવી શકે. ચાલો, જોઈએ કે તે કોણ છે!
આ વોબર્ટ છે. એક વિશાળ પેટ્રોલ ટેન્કર. એક સાંજે વોબર્ટને ખૂબ તરસ લાગી. ઘરે જતા સમયે તેણે એક ગેસ સ્ટેશન જોયું.
તે ગેસ સ્ટેશન પર લાઇનમાં ઊભો હતો. એટલામાં જ, ટિયાના આવી અને વોબર્ટની પાછળ લાઈનમાં ઊભી રહી ગઈ. ટિયાના તેને ચિડાવ્યા વગર રહી શકી નહીં.
વોબર્ટને પહેલેથી જ માથાનો દુખાવો હતો કારણ કે તે તરસ્યો હતો. અને ઉપરથી ટિયાનાએ તેને 'ટેક્સી' કહીને બોલાવ્યો, તેથી તે ગુસ્સામાં હતો. તે થોડો રિવર્સમાં ગયો અને ટિયાનાને ધક્કો માર્યો.
આ રીતે બંને વાહનો વચ્ચે મારામારી થવા લાગી. બધા વાહનોએ તેને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે સાંભળ્યું નહીં.
બંને વાહનો વચ્ચે ખુબ બોલાચાલી શરૂ થઈ ગઈ અને એકબીજાને મારવા લાગ્યા. ટિયાનાની હેડલાઇટ તૂટી ગઈ, અને તેના ઘણા પાર્ટસ પણ ડેમેજ થઈ ગયા. તેમ છતાં, તે વોબર્ટને ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડી શકી.
તેણે તકલીફમાં આવીને બૂમ પાડી. બધાએ વોબર્ટને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સાંભળવા તૈયાર ન હતો.
એટલામાં જ જીમી આવી. તેણે વોબર્ટને કહ્યું, “દોસ્ત, બહાદુરીનો અર્થ એ નથી કે તમારા કરતાં નબળા વ્યક્તિને માર મારવો અને એ પણ અર્થ નથી કે કોઈને દુઃખ પહોંચાડીને આનંદ મેળવવો. બહાદુરી એ છે જ્યારે તમે કોઈ પણ સંજોગોમાં શાંત અને ખુશ રહેવા માટે સક્ષમ છો. આ સાંભળીને વોબર્ટ “સોરી” બોલ્યો અને જતો રહ્યો.
બધાએ જીમીની પ્રશંસા કરી કારણ કે, તે તેની સાચી સમજણથી લડાઈને રોકવામાં સફળ રહી. તેણે ટિયાનાને અંકલ હેનરીના ગેરેજમાં રિપેર કરવા લઈ જવા માટે અન્ય કેટલીક કારોને મદદ કરવા કહ્યું. ટિયાના અંકલ હેનરીના ગેરેજ પર પહોંચી. તેને ખરાબ રીતે નુકસાન થયું હતું. જીમીએ ટિયાનાને અંકલ હેનરી સાથે પરિચય કરાવ્યો. તેમણે ખૂબ કાળજીથી તેનું રીપેરીંગ કર્યું.
જિમ્મી બધાં લોકો સાથે ખુશખુશાલ વાતચીત કરી રહ્યી હતી જે ત્યાં રાહ જોઈ રહ્યા હતા. ટિયાનાની નજર જિમ્મીની નંબર પ્લેટ પર પડી. તેમાં લખેલું હતું… ‘અથડામણ ટાળો – કોમન સેન્સ વધારો’
આનાથી ટિયાનાના મનમાં એક પ્રશ્ન ઊભો થયો, ‘અથડામણ ટાળવાથી કોમન સેન્સ કેવી રીતે વધી શકે?’ પછી, તેને તરત જ યાદ આવ્યું કે જ્યાં સુધી જીમી ન આવ્યો ત્યાં સુધી વોબર્ટને કોઈ પણ વ્યક્તિ શાંત કરી શક્યું નહોતું. તરત જ, જિમીએ જે કહ્યું હતું તે સાંભળીને વોબર્ટ શાંત થઈ ગયો હતો. તેને ભૂતકાળની બધી ઘટનાઓ યાદ આવી ગઈ.
તેને યાદ આવ્યું કે પહેલાં જીમી ખુબ ચિડાઈ જતી હતી અને ઝઘડો કરતી હતી. અને હવે તેનામાં બદલાવ આવી ગયો છે. ખરેખર! તે જાણે છે કે કેવી રીતે અથડામણ ટાળવી અને કોઈપણ સંજોગોમાં ખુશ રહેવું! ત્યારે જ અંકલ હેનરીએ તેને હલાવી,
તે જીમીની નંબર પ્લેટ તરફ ઈશારો કરીને હસી.
અંકલ હેનરી બધું સમજી ગયા. તેમણે નમ્રતાથી ટિપ્પણી કરી, “બેટર લેટ ધેન નેવર. તમારી ભૂલોને ઓળખવા અને તેમાંથી શીખવામાં ક્યારેય મોડું થતું નથી. 'અથડામણ ટાળો' ખરેખર સુખી જીવન જીવવાની ચાવી છે.
ટિયાના હસી અને એક નવી શરૂઆત કરવા તરફ આગળ વધી.
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...