એકવાર, બે ભાઈઓ હતા જેઓ એકબીજાની બાજુમાં ખેતરોમાં રહેતા હતા. તેઓને એક મોટો ઝઘડો થયો. ૪૦ વર્ષમાં પ્રથમ વખત તેઓ અસંમત થયા હતા. તે પહેલાં, તેઓ હંમેશા સાથે કામ કરતા હતા, સાધનો વહેંચતા હતા અને કોઈપણ સમસ્યા વિના એકબીજાને મદદ કરતા હતા.
પછી, તેમની લાંબી ભાગીદારીનો અંત આવ્યો. શરૂઆત નાની ભૂલથી થઈ, પછી મોટી સમસ્યા બની ગઈ અને અંતે કડવા શબ્દોથી મોટા ઝઘડામાં બદલાઈ ગઈ. તે પછી, ઘણાં બધાં અઠવાડિયા સુધી તેઓએ વાત જ ન કરી.
એકવાર સવારે કોઈએ મોહનનો દરવાજો ખખડાવ્યો. તેણે બારણું ખોલ્યું અને જોયું કે એક સુથારી ટૂલબોક્સ લઈને ઉભો હતો જે રીપેરીંગનું કામ કરતો હતો.
તેણે કહ્યું, 'હું થોડા દિવસ માટે કામ શોધી રહ્યો છું.’ 'તમારી પાસે કંઈક નાની-મોટી નોકરી હોય, તો શું હું તમને મદદ કરી શકું?'
'હા' મોટા ભાઈએ કહ્યું. 'મારી પાસે તમારા માટે એક કામ છે.'
'ખાડીની પેલે પાર એ ખેતરમાં જુઓ. એ મારો પડોશી છે. ખરેખર, તે મારો નાનો ભાઈ છે. ગયા અઠવાડિયે, અમારી વચ્ચે ઘાસનું મેદાન હતું, પરંતુ તેણે ખાડી બનાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો. ઠીક છે, કદાચ તેણે મને અસ્વસ્થ કરવા માટે આ કર્યું, પરંતુ હું તેને સામે જવાબ આપીશ. શું તમે કોઠાર પાસે લાકડાનો તે ઢગલો જુઓ છો? મારો નાનો ભાઈ ઈચ્છે છે કે હું 8 ફૂટની વાડ બાંધું જેથી તેને મારી જગ્યા ના દેખાય કે હું પણ ના દેખાઉં.'
સુથારે જવાબ આપ્યો, "હું સમજું છું. મને ખીલ્લી અને કોદાળી બતાવો, અને હું તમને ગમે તેવું કામ કરીશ."
મોટા ભાઈને શહેરમાં જવાનું હોવાથી, તેણે સુથારને સામગ્રી ભેગી કરવામાં મદદ કરી અને પછી તે એક દિવસ માટે નીકળી ગયા. સુથારે આખો દિવસ સખત મહેનત કરી, જેમ કે માપવાનુ, કરવત અને ખીલા મારવાનું. સાંજ સુધીમાં, જ્યારે ખેડૂત પાછો ફર્યો, ત્યારે સુથારે તેનું કામ પૂરું કરી દીધું હતું.
ખાડી પર વાડને બદલે પુલ જોઈને ખેડૂત દંગ રહી ગયો. તેના પર મજબૂત કઠેરો હતો. તેનો નાનો ભાઈ તેની પાસે આવ્યો અને તેનો હાથ પકડ્યો. "આટલું બધું બન્યા પછી પણ તમે આ બ્રીજ બનાવ્યો એ અદ્ભુત કહેવાય." તેણે કહ્યું. ખેડૂતે કહ્યું “સોરી, જે કંઈપણ ઝઘડો થયો છે તેના માટે હું તમારી માંફી માંગું છું. કૃપા કરીને મને માફ કરો."
બંને ભાઈઓ પુલના છેડા પર ઊભા રહ્યા, પછી હાથ પકડીને વચ્ચે મળ્યા. તેમણે પાછા વળીને જોયું કે સુથાર તેના ટૂલબોક્સને તેના ખભા પર ઉપાડી જવા માટે તૈયારી કરતો હતો. 'ઉભા રહો! મહેરબાની કરીને થોડા દિવસ રોકાઈ જાવ. મારી પાસે તમારા માટે વધારે પ્રોજેક્ટ છે,' મોટા ભાઈએ કહ્યું.
'મને તે ચોક્કસ ગમશે, પણ હજુ મારે ઘણા બધા પુલ બનાવવાના છે.' સુથારે જવાબ આપ્યો.