નકારાત્મક અભિપ્રાયોથી છૂટકારો મેળવો 

એક દિવસ, મિસ્ટર શાહના નોકર મનજીએ જોયું કે, તેમનો કોટ દરવાજા પર લટકતો હતો અને તેના ખિસ્સામાંથી પૈસા બહાર નીકળતા હતા.

મનજીએ આ જોયું. 
મનજી: મને પૈસાની સખત જરૂર છે. આ એક સારી તક છે, કોઈ જોઈ રહ્યું નથી.

મનજી ચોરી કરવાનો પ્રયાસ કરે છે એટલામાં જ,
આદિત્ય: એ .. ચોર, તારી હિંમત કેવી રીતે થઈ ચોરી કરવાની? આ સાંભળીને મિસ્ટર શાહ દોડી આવ્યા. 

મનજી: પ..પ.. પ્લીઝ ...મને માફ કરજો સર. મારી દીકરી બીમાર છે. મારે તેની દવા માટે પૈસા જોઈએ છે. 

મિસ્ટર શાહ: ખબરદાર ! જો હવેથી, ફરી ક્યારેય ચોરી કરતા પકડાશો, તો હું તને પોલીસને હવાલે કરીશ. 

એક દિવસ, આદિત્ય તેની ઘડિયાળ શોધી રહ્યો હતો. આદિત્ય: ચોક્કસ, મનજીએ ચોરી કરી હશે. તેનો અભિપ્રાય વધુ મજબૂત બન્યો.

આદિત્ય: હવે મારે પપ્પાને ફરિયાદ કરવી પડશે. એકવાર તેને સજા થશે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે ત્યાર પછી તે ચોરી કરવાનું ભૂલી જશે.

એટલામાં જ આદિત્યના મમ્મી આવ્યાં. 
મમ્મી: શું વાત છે? તું કેમ આટલો ગુસ્સામાં દેખાય છે? 

આદિત્ય: મનજીએ મારી ઘડિયાળ ચોરી લીધી છે. હું પપ્પાને કહીશ અને પોલીસ તેની ધરપકડ કરશે. 

મમ્મી: તારી ઘડિયાળ? મેં તારા કબાટમાં મુકી છે. તે તારા પલંગ પર પડી હતી. 

આદિત્યએ તેના કબાટમાં જોયું અને ઘડિયાળ ત્યાં જ મળી. મનજી પર શંકા કરવા બદલ તેને શરમ આવી. 

મમ્મી: તને ખબર છે કે, તારા ખોટા અભિપ્રાયના આધારે મનજીની ધરપકડ કરવામાં આવી હોત, તો કેટલું ખોટું થાત? આદિત્ય: હા

મમ્મી: મનજી એવી વ્યક્તિ નથી, કે જે ચોરી કરે. તેણે સંજોગોના દબાણને કારણે એવું કર્યું હતું. 

મમ્મી: ૫૦ થી ૧૦૦ વાર રિપિટ કર કે 'મનજી એક પ્રામાણિક વ્યક્તિ છે' જેથી તેના વિશેનો તારો નકારાત્મક(નેગેટીવ) અભિપ્રાય ભૂંસાઈ જાય. 

આદિત્ય: શ્યોર મમ્મી. આદિત્યએ કહ્યા પ્રમાણે કર્યું અને તેને હળવાશ લાગી. તેને પણ મનજી ગમવા લાગ્યો.

કોઈનાય પ્રત્યે નકારાત્મક(નેગેટીવ) અભિપ્રાય ક્યારેય રાખવો નહિ, કારણ કે બદલામાં તે તમને જ નુકસાન કરશે.

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...