હોમ અલોન

હોમ અલોન

મમ્મીઃ નિહાર, બસ હવે. દસ વાગ્યા ! સુવાનો ટાઈમ થયો. નિહાર: અરે! મારો હાઈ સ્કોર ! પણ એને નહીં સમજાય.

હોમ અલોન

નિહાર: મારા મિત્રો માઉન્ટ આબુ જાય છે. હું પણ જાઉં?
ડેડી: ના નિહાર, જાતે જવા માટે હજી તુ બહુ નાનો છે.

હોમ અલોન

નિહાર: હું મારી મરજીથી જીવી જ નથી શકતો. કેમ મારે હંમેશા મમ્મી-પપ્પાનું જ માનવાનું?
હે ભગવાન ! પ્લીઝ, મદદ કરો.

હોમ અલોન

ભગવાન: નિહાર, તેં મને બોલાવ્યો?
નિહાર: ના, મેં તો ભગવાનને યાદ કર્યા. તમે ભગવાન છો?
મને માન્યામાં નથી આવતું !

હોમ અલોન

ભગવાન: તું રડતો હતો એટલે મને થયું કે તને કોઈ તકલીફ છે.
નિહાર: હા, ભગવાન! મને લાગે છે કે હું જેલમાં રહું છું.

હોમ અલોન

ભગવાન: એ લોકોએ તને બાંધીને રાખ્યો છે? તને બહાર જવા નથી દેતા?
નિહાર: ના, પણ મને શું ગમે છે એ કોઈ પૂછતું જ નથી !

હોમ અલોન

નિહાર: એ લોકો કહે એમ મારે કરવું પડે છે. હવે હું મોટો થઈ ગયો છું. મારે એમની જરૂર નથી.
ભગવાન: ભલે, તથાસ્તુઃ !

હોમ અલોન

ભગવાન: હવે તું તારી મરજી મુજબ એકલો જીવી શકીશ.
નિહાર: સાચ્ચે? નિહાર આનંદમાં આવીને કૂદે છે.

હોમ અલોન

નિહાર: મમ્મી, પપ્પા, ક્યાં છો? લાગે છે એ લોકો ગયા. વાહ! હવે હું મારી રીતે જીવીશ.
આજે સ્કૂલે નથી જવું.

હોમ અલોન

ચાલો, નાસ્તામાં સેન્ડવીચ બનાવું. વાહ! મારે જે ખાવું હોય તે ખાઈ શકું !
મને ના કહેવાવાળું કોઈ નથી.

હોમ અલોન

નિહાર: મારી જિંદગી, મારા નિયમો, મારી મરજી.
હેલ્લો યશ, બધાને લઈને મારા ઘરે આવી જા. આજે મારા ઘરે પાર્ટી છે.

હોમ અલોન

દસ દિવસ પછી નિહાર સ્કૂલે જાય છે.
ટીચર: બે દિવસ પછી પરીક્ષા છે એટલે આજે એક સરપ્રાઈઝ ટેસ્ટ રાખી છે.

હોમ અલોન

નિહાર: ઓહ ! મને તો ખબર જ નહોતી. મેં કંઈ વાંચ્યું પણ નથી.
મમ્મી હતી ત્યારે એ જ મને ભણવા બેસવાનું કહેતી હતી

હોમ અલોન

ઘરે - નિહાર: રોજ બ્રેડ બટર ખાઈને હું કંટાળી ગયો છું.
મને પેટમાં પણ દુઃખે છે. મમ્મીની રસોઈ યાદ આવે છે.

હોમ અલોન

રાત્રે - અરેરે ! પાવર કટ થઈ ગયો.
(રિંગ) હેલ્લો સર, તમે બિલ નથી ભર્યું. ઓહ! બિલ તો પપ્પા ભરતા હતા !

હોમ અલોન

નિહાર: મને તો બિલ કેવી રીતે ભરવું એય ખબર નથી. હું પૈસા ક્યાંથી લાવીશ?

હોમ અલોન

નિહાર: મમ્મી, પપ્પા, ઘરે ચાલો. આ કોણ છે?
મમ્મી: અમારો દીકરો. તું કોણ છે?
નિહાર: તમારો દીકરો ! આ શું બોલો છો?

હોમ અલોન

નિહાર: હે ભગવાન! મને મારા મમ્મી-પપ્પા પાછા જોઈએ છે.
એ મારી મોટી ભૂલ હતી. એમના વિના હું નહીં જીવી શકું.

હોમ અલોન

ભગવાન: તારા પેરેન્ટ્સ મેં સોહમને આપ્યા છે. એના પેરેન્ટ્સ નથી એટલે એણે માંગ્યા હતા.
હવે હું પાછા ના લઈ શકું.

હોમ અલોન

"...એ બહુ ખુશ છે."  એટલામાં નિહારની આંખો ખુલી.
નિહાર: હાશ ! ભગવાનનો આભાર, આ માત્ર એક સપનું હતું !

હોમ અલોન

એ એના મમ્મી-પપ્પા પાસે દોડી ગયો.
નિહાર: મમ્મી ! પપ્પા ! પ્લીઝ, મને એકલો છોડીને ક્યાંય ના જતા.

હોમ અલોન

પપ્પા: અમે ક્યાંય નથી જવાના. તારી જોડે જ છીએ.
મમ્મી: ચાલો, આજે મંદિર જઈએ. તને જે જોઈએ એ ભગવાન પાસે માંગી લેજે.

હોમ અલોન

નિહાર: ના, ના, મારી પાસે જે છે તેનાથી હું ખુશ છું.
એ જોરથી એના પેરેન્ટ્સને ભેટી ગયો.