અંગ્રેજીના ક્લાસ દરમિયાન, તેઓ નક્કી કરતા હતા કે "રક્ષાબંધન - પ્રેમનું બંધન" નાટકમાં હુમાયુની ભૂમિકા કોણ ભજવશે. બધાં વિદ્યાર્થીઓએ ટ્રાયલ માટે એક પાનું મોટેથી વાંચવાનું હતું. શ્રેયને વાંચવું ગમતું હતું પરંતુ તે મુખ્ય ભૂમિકા ભજવવા માંગતો ન હતો કારણ કે તેને સ્ટેજનો ડર હતો. સ્ટેજ પર જવાનો વિચાર જ તેને નર્વસ કરવા માટે પૂરતો હતો. જો કે, તે ગભરાયેલો હોવા છતાં, તેણે તેનો પાર્ટ વાંચ્યો કારણ કે તે આજ્ઞાકારી વિદ્યાર્થી હતો.
બીજા દિવસે, શિક્ષકે નાટક માટે પસંદ કરેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કર્યું. હુમાયુની ભૂમિકા ભજવવા માટે શ્રેયની પસંદગી કરવામાં આવી હતી. તે ભયંકર રીતે ડરી ગયો હતો પણ જાણતો હતો કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
તેણે ઘરે જઈને તેના મોટા ભાઈ શિવમને નાટક માટે પસંદ થવા વિશે વાત કરી, "શું હું સ્ટેજ પર જઈ શકીશ? શું તે શક્ય છે? મને લાગે છે કે તે મારા માટે અશક્ય કાર્ય છે. હું ખરાબ રીતે નિષ્ફળ જઈશ."
શિવમે શ્રેયને કહ્યું, "શ્રેય, કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં જો આપણે નેગેટિવ વર્તન રાખીએ, તો તે આપણી અંદર રહેલી કાર્યને પૂરી કરવાની શક્તિને ખલાસ કરી નાખે છે. તેથી હંમેશા પોઝિટિવ રહો." શિવમ તેને હંમેશા પ્રેરણા અને દિલાસો આપતો. તેણે ઉમેર્યું, "ઠીક છે, મને કહે કે, સૌથી ખરાબ શું થઈ શકે છે?"
તેના પર વિચાર કર્યા પછી શ્રેએ જવાબ આપ્યો, "હું કદાચ સ્ટેજ પર મારા ડયલોગ્સ ભૂલી જઈશ. ઓડિયન્સ મારા પર હસશે." શિવમે કહ્યું, "તને ખબર છે, જ્યારે પણ મને ડર લાગે, ત્યારે હું તે પરિસ્થિતિમાં પોઝિટિવ શોધવાનો પ્રયત્ન કરું છું અને આ જ રીતે મને નિર્ભય બનવાની ચાવી મળે છે. આ સ્થિતિમાં, જો ઓડિયન્સ હસે, તો તમે આ રીતે તેમને હસાવી શકો છો, માટે તેને એન્ટરટેઈનમેન્ટ તરીકે લેવું જોઈએ. અને એક વાત યાદ રાખજે, ફક્ત તુ જ ડાયલોગ્સ જાણે છે, ઓડિયન્સ નહીં. તો જો તુ તારી લાઈન્સ ભૂલી જાય તો તેને બદલે તેને મેચ થતી કોઈ બીજી લાઈન્સ પણ બોલી શકે છે. તો એમા ગભરાવા જેવું કંઈ નથી. તારે કોનફિડન્સ ના ગુમાવવો જોઈએ અને બીજા લોકો તારા વિશે શું વિચારશે તેની ચિંતા કરવાની જરૂર નથી. મને ખાતરી છે કે તુ કરી શકીશ." આ સાંભળીને શ્રેયને એક નવી દ્રષ્ટિ અને શક્તિ મળી. તે હવે સરસ રીતે પરફોર્મ કરવા માટે ઉત્સુક હતો અને તેના ડાયલોગ્સ યાદ રાખવા માટે પ્રયત્ન કરતો હતો. તેણે દરરોજ પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. ચાલતી વખતે, સ્કુલે જતાં રસ્તામાં, લંચ બ્રેક દરમિયાન, સૂતા પહેલા અને વીકેન્ડમાં. શરૂઆતમાં, તેના માટે લાંબા વાક્યો યાદ રાખવું મુશ્કેલ હતું, પરંતુ ધીમે ધીમે તે બધું યાદ રહેવા લાગ્યું.
આખરે નાટકનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે બે વાર નાટક ભજવવાનું હતું. પહેલો શો વિદ્યાર્થીઓ માટે હતો અને રિપીટ શો પરિવાર અને મિત્રો માટે હતો. પહેલા શો દરમિયાન શ્રેય પૂરા આત્મવિશ્વાસ સાથે સ્ટેજ પર ગયો. નાટક ખૂબ જ સરળ રીતે ભજવાઈ રહ્યું હતું. લોકો શ્રેયના ડાયલોગ્સ પર તાળીઓ પાડતા હતા, જેનાથી તે ખુબ ખુશ થયો. પ્રથમ શોની સફળતા સાથે, શ્રેયના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થયો.
હવે રીપીટ શો શરૂ થયો. આ વખતે પણ, પર્ફોર્મન્સ સરસ રીતે ચાલી રહ્યું હતું, જ્યારે અચાનક, શ્રેય તેનો ડાયલોગ ભૂલી ગયો. તે ગભરાયો નહિ. શિવમનો અવાજ તેના કાનમાં સંભળાયો, "ફક્ત તમે સંવાદો જાણો છો, પ્રેક્ષકો નહીં. તેથી જો તમે તેમને વચ્ચે-વચ્ચે ભૂલી જાઓ, તો તમારે તમારા ડાયલોગ્સ જેવું જ કંઈક કહી દો. ઓડિયન્સ અથવા અન્ય લોકો તમારા વિશે શું વિચારશે તેની ચિંતા ન કરો." તે શાંત રહ્યો અને થોડી જ ક્ષણોમાં તેને તેની લાઈન્સ યાદ આવી ગઈ. તેણે એ પણ નોટિસ કર્યું કે જ્યારે તે તેની લાઇન ભૂલી ગયો, ત્યારે ઓડિયન્સે ન તો ખરાબ રિસ્પોન્સ આપ્યો અને ન તો તેના પર હસ્યા. ઊલટું, તેઓએ તેના અભિનયને હૃદયપૂર્વક બિરદાવ્યો. તેના માટે સૌથી મહત્વની બાબત એ હતી કે તેના માતા-પિતા અને શિવમે પરફોર્મન્સમાં હાજરી આપી હતી.
પછીના અઠવાડિયે, શ્રેયના સાથી વિદ્યાર્થીઓએ "તમે સારું પરફોર્મન્સ કર્યું," "ખૂબ સારું!" કહીને તેની પ્રશંસા કરી. પરંતુ તેના ડર પર કાબુ મેળવવાની સિદ્ધિની સરખામણીમાં શ્રેય માટે આ બધી પ્રશંસાનું કોઈ મહત્વ નહોતું. આ માટે તે તેના મોટા ભાઈના ખૂબ જ આભારી હતો. જેમણે તેને પ્રેરણા આપી હતી અને તેના ડરને કેવી રીતે દૂર કરવું તે શીખવ્યું હતું.
Related Link:
Magazines on Fear
Videos on Fear