એક દિવસ, ફુગ્ગાઓમાં ગેસ ભરી એ વેચાણ માટે તૈયારી કરી રહ્યો હતો. એક નાની છોકરી ફેરિયાને જોઈ રહી હતી. ફેરિયાએ એક વિચિત્ર કાબરચીતરા રંગના ફુગ્ગામાં ગેસ ભર્યો. છોકરીને કંઈક મૂંઝવણ થઈ. એ ફેરિયા પાસે ગઈ અને પૂછ્યું, "અંકલ, તમે આ ફુગ્ગામાં શું કામ ગેસ ભરી રહ્યા છો ? આ તો કેવો કદરૂપો છે."