શું ચોરી કરવી સારી છે ?

સાન્યાની નજર ધારાની સ્ટેમ્પ કલેકશનની બુક પરથી ખસતી જ નહોતી. સાન્યા: કાશ મારી પાસે પણ આવી જ સ્ટેમ્પ બુક હોત. 

રિસેસનો સમય હતો. તે સ્ટેમ્પ્સ વિશે વિચારવાનું બંધ કરી શકી જ નહીં. સાન્યા: હું પાણી પીને તરત જ આવું છું! 

પાણી પીધા પછી સાન્યા તેના મિત્રો સાથે જોડાવાને બદલે પાછી આવી. સાન્યા: વાહ! ક્લાસ ખાલી છે! 

તે ધારાની બેન્ચ પાસે ગઈ, અને બુકમાંથી પાના ફાડી નાખ્યા. સાન્યા: તેને ખબર પણ નહીં પડે કે પાના ખૂટે છે. 

એટલામાં જ તેણે પગનો અવાજ સાંભળ્યો. તેને પરસેવો વળી ગયો અને ઝડપથી બહાર તેના મિત્રો પાસે ચાલી ગઈ. 

રિસેસ પછી, બધા વર્ગમાં પાછા ફર્યા. ધારા: મારા સ્ટેમ્પ્સ ક્યાં ગયા? હું તો અહીં જ રાખીને ગઈ હતી. 

ધારા: મેડમ, મારા સ્ટેમ્પસ ખોવાઈ ગયા. મેં અહીં મારી બેંચ પર જ મુક્યા હતા. સાન્યા ગભરાવા લાગી. 

શિક્ષક: બધા સાંભળો, ધારાના સ્ટેમ્પ્સ ચોરાઈ ગયા છે. શું કોઈને આ વિશે ખબર છે? કોઈએ જવાબ આપ્યો નહીં. 

શિક્ષક: જેણે પણ સ્ટેમ્પ્સ લીધા છે, તે પાછા આપી દે. નહીં તો હું તમારી બેગ તપાસીશ. સાન્યાએ તેને પોતાના ખિસ્સામાં છુપાવી દીધા. 

શિક્ષકે બધી બેગ તપાસી. જ્યારે સાન્યાની બેગ ચેક કરવામાં આવી રહી હતી ત્યારે, સાન્યાઃ મને સ્ટેમપ્સ વિશે કંઈ ખબર નથી. 

એવું લાગે છે કે મેડમ મારા પર શંકા કરે છે. જો મેં સાંભળેલા પગલાનો અવાજ તેમનો હશે તો? 

સાન્યા એ રાત્રે બહુ સુઈ ન શકી. સાન્યા: કોઈને ખબર પડી જશે તો શું થશે? જો મને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે તો શું? 

તેણે સપનામાં જોયું કે શાળામાં ઘણી ચોરીઓ થઈ છે અને તે બધા માટે તેના પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે. 

સાન્યા: મારે મેડમને સત્ય કહેવું છે. 

બીજા દિવસે, સાન્યાએ રડતાં રડતાં સ્ટેમ્પ્સ મેડમને પાછા આપ્યા અને તેમની પાસે બધું કબૂલ કર્યું. 

સાન્યા: મેં ચોરી કરી તે ક્ષણથી જ મને બોજ લાગતો હતો કે, 'મેં પાપ કર્યું છે.' હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. 

શિક્ષક: જરાય ચિંતા ન કરીશ. સ્ટેમ્પ્સ ક્યાંથી મળ્યા એ હું ક્યારેય કોઈને જણાવવા દઈશ નહીં. 

સત્ય સ્વીકાર્યા બાદ સાન્યાએ રાહત અનુભવી. તે દિવસથી તે ચોરી કરવાનું ભૂલી ગઈ! 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...