મની મની મની..

મની મની મની..

પપ્પા: હેડફોન જોઈએ છે? નવા હતા એ ખોવાઈ ગયા? મીત: સોરી પપ્પા, આઈપેડ પણ ખરાબ થઈ ગયું છે, પ્લીઝ નવું લઈ આપો ને !

મની મની મની..

મમ્મી: મીત, આટલી બધી બેદરકારી ? અને પાછી રોજ તારી નવી માંગણીઓ તો ઊભી જ હોય છે! પૈસા કંઈ ઝાડ પર ઉગે છે?

મની મની મની..

પપ્પા: મમ્મીની વાત સાચી છે! હવે કોઈ નવી માંગણીઓ નહીં. મીત: પ્લીઝ! કાલે પૂજા અને આન્ટી પણ વેકેશન માટે આવે છે.

મની મની મની..

બીજા દિવસે, પૂજા: વાહ! તારી પાસે મસ્ત ટોય્સ અને ગેમ્સ છે ! કાશ, મારા પપ્પા પણ અંકલ જેવા પૈસાદાર બિઝનેસમેન હોત!

મની મની મની..

મીત: જવા દે ને પૂજા, મારે જે જોઈએ એ મને પણ ક્યાં મળે છે? કાશ, આપણે જાતે કમાઈને જે જોઈએ એ લઈ શકતા હોત !

મની મની મની..

પૂજા: હા, એ શક્ય છે ! જો, આ ઓનલાઇન ગેમ ! આમાં સરળતાથી આપણે જોઈએ તેટલું કમાઈ શકીએ છીએ !

મની મની મની..

બીજા દિવસે, મીત: પપ્પા, પૂજા અને હું આ ગેમમાં ભાગ લઈએ ? આનાથી પૈસા પણ કમાવાય અને પછી અમને જે જોઈએ એ લઈ પણ શકીએ.

મની મની મની..

પૂજા: અમારા પૈસામાંથી અમે સમર કેમ્પની વસ્તુઓ પણ ખરીદી શકીયે. આન્ટી: હં, વિચાર ખોટો નથી. પપ્પા: ભલે ત્યારે!

મની મની મની..

મમ્મી: અમે કીધું કે હવે અમે તમને કોઈ નવી વસ્તુ નહી લઈ આપીએ એટલે તમને આવો વિચાર આવ્યો ને ? સારું, બંનેને ગુડ લક

મની મની મની..

બીજા અઠવાડિયે, મીત: પૂજા, આપણે બોનસ અને અઘરા ટાસ્કથી શરૂ કરીએ. એટલે આપણે ઓછું કામ કરીને જલ્દી પૈસા કમાઈ શકીએ.

મની મની મની..

બીજા અઠવાડિયે, પૂજા: મીત, આ બધા કામમાં બહુ વાર લાગે અને થાકી પણ જવાય ! દંડ ના લાગે તેનું પણ ધ્યાન રાખવું પડે !

મની મની મની..

બીજા અઠવાડિયે, મીત: ઉફ, થાકી ગયો ! ચાલ, હવે ઈઝી ટાસ્ક જ લઈએ. જેથી કામ વધારે થાય અને થાક ઓછો લાગે.

મની મની મની..

બીજા અઠવાડિયે, મીત: આખો દિવસ સતત કામ ને કામ, હું તો કંટાળી ગયો ! લાગે છે હું તો આમ કામ કરી કરીને મરી જઈશ.

મની મની મની..

એક મહિના પછી, પૂજા: હાશ, આખરે મહિનો પૂરો થયો. ચાલ, હવે ગણતરી કરીએ, સમર કેમ્પ માટે ખરીદી કરવાની છે ને. મીત: હા!

મની મની મની..

બંને ઓનલાઈન શોપિંગ કરે છે. પહેલા પોતાની ગમતી વસ્તુઓ કાર્ટમાં મૂકે છે અને પછી સમર કેમ્પનું લીસ્ટ ચેક કરે છે.

મની મની મની..

મીત: મને કોણ રોકશે હવે ? પૂજા: અરે, કાર્ટનું ટોટલ તો આપણી કમાણી કરતા વધી ગયું અને જરૂરી વસ્તુઓ તો હજી બાકી છે !

મની મની મની..

મીત: અરે ના..ના.. બ્રાન્ડ નેમવાળી વસ્તુઓ રહેવા દે, ફક્ત જરૂરી વસ્તુઓ લઈને ટોટલ ચેક કરી જોઈએ.

મની મની મની..

પૂજા: થઈ ગયું! મીત: હવે? પૂજા: હં..હજુ આપણા બજેટ કરતા કાર્ટનું ટોટલ વધારે છે. હજી વધારે વસ્તુઓ કાઢી નાખવી પડશે.

મની મની મની..

મીત: મેં ક્યારેય મોંઘવારી અને પૈસા ક્યાંથી આવે છે એ વિચાર્યું જ નહોતું. ખબર નહોતી કે બજેટીંગ અઘરું કામ છે !

મની મની મની..

પૂજા: આ તો ફક્ત સમર કેમ્પનું બજેટ છે. પપ્પા: વિચાર, તારી માંગણીઓનું બજેટ અમે કઈ રીતે કરતા હોઈશું ? મીત: ખરું!

મની મની મની..

મીત: કાપકૂપ પછી પણ બધી વસ્તુઓ લેવી મુશ્કેલ હતી. પપ્પા: પણ સારી વાત એ છે કે તને સમજણ પડી ગઈ ! થેન્ક યુ પૂજા !

મની મની મની..

મીત: શું? પૂજા: સોરી, આ અંકલનો પ્લાન હતો. મમ્મી: મિશન "મીત સમજે પૈસાની કિંમત". મીત: હવે કોઈ માંગણીઓ નહીં કરું.

મની મની મની..

પૂજા: મને પણ પૈસાની કિંમત મોડી સમજાઈ હતી. ઘર ચલાવવા માટે મેં મારા પેરેન્ટ્સને ઘણી મહેનત કરતા જોયા છે. અને તમે ?