"“ચાલો ટોય્ઝ, ઈટ્સ સ્ટોરી ટાઈમ.” કહી પ્રાપ્તિએ સ્ટોરી કહેવાનું ચાલુ કર્યું. “બહુ પેહલાની વાત છે.એક ગામમાં એક ઝાડ હતું. એવું કહેવાતું કે, ત્યાં બૂગી બાબા નામનો ભૂત રહે છે. ત્યાં કોઈ છોકરાઓ રમવા નહોતા જતા."" “ઓહ, ફ્રેન્ડ્ઝ, હવે મારે જવું પડશે. હું વાર્તા પછી પૂરી કરીશ.” ઘડિયાળમાં જોઈને પ્રાપ્તિ દોડીને જતી રહી.
"જેવી પ્રાપ્તિ રૂમની બહાર ગઈ કે બધા ટોય્ઝ ‘અલાઈવ’ થઈ ગયા. સોનાએ ઉછળીને કહ્યું, ""ચાલો ફ્રેન્ડ્ઝ, ટાઈમ ટુ પ્લે” ટેડી એના માથાને પોતાના હાથ-પગ વચ્ચે છૂપાવીને બેઠો હતો, “રાત થઈ ગઈ છે. મને ડર લાગે છે. પેલો બૂગી બાબા અહિયાં આવશે તો?” સોનાએ કહ્યું, “ઓહ, કમ ઓન ટેડી. એ ખાલી એક વાર્તા હતી. ભૂત-વૂત જેવું કંઈ ના હોય !”
"અચાનક વીજળી કડકવા લાગી. બધા એક બીજાને ચોંટી પડ્યા. “લાગે છે ભૂત એનું એન્ટ્રી મ્યુઝિક આપી રહ્યો છે ! ” ક્લેટ ક્લાઉને ડરીને કહ્યું. “હવે તો મને પણ ડર લાગે છે.” મોનુ બોલ થથરી રહ્યો હતો. “બધા શાંત થઈ જાઓ તો ! આ શું ? વરસાદ પહેલાની એક વિજળીથી તમે બધા આટલું ડરી ગયા !”, સોના થોડી કડક થઈને બોલી. "
"જોરદાર પવન ચાલુ થઈ ગયો. મોનુનું ધ્યાન બારીથી દેખાતા ઝાડ પર ગયું, “પેલું ઝાડ કેમ અચાનક આમ હલવા લાગ્યું છે ?” ટેડીએ પણ જોયું, “કદાચ એવું તો નથી ને કે, બૂગી બાબા હવે એ ઝાડમાં રહેવા આવી ગયો છે !” "
"સોનાએ વિચાર્યું, ‘આ લોકો આવી રીતે નહિ માને.’ એ બારી તરફ જવા લાગી, “હું જોવા જઉં છું કે, ખરેખર બૂગી બાબા છે કે નહિ !” ટેડીએ એનો હાથ પકડ્યો, ""ના સોના ! ગાંડી થઈ ગઈ છે ? એ તને કંઈ કરશે તો?” “મારે આ બૂગી બાબાનું રહસ્ય જાણવું છે. નહીં તો દરરોજ રાત્રે આપણે આવી જ રીતે ડરતા રહીશું,” સોનાએ મક્કમ થઈને કહ્યું."
"અચાનક આખા રૂમમાં બ્રાઈટ લાઈટ થઈ ગઈ અને એક પરી આવી. “સોના, ક્યાંય જવાની જરૂર નથી.” બધાના મોઢા ખુલ્લા થઈ ગયા. ""હું તારી બહાદુરીથી ખુબ જ ખુશ છું, સોના. હું છું સ્ટાર ફેરી. રહું છું આસમાનમાં અને જોઈ શકું છું તમારી દુનિયા. જે બૂગી બાબાથી તમે લોકો આટલું ડરો છો એવી કોઈ વસ્તુ છે જ નહીં. આ બધી માત્ર તમારી કલ્પના છે.
" “યેસ રાઈટ ! તમને તમારો ભય હેરાન કરે છે”, સોનાએ ટોય્ઝ સામે જોઈને કહ્યું. “હા"" સ્ટાર ફેરી બોલી, ""ભૂત જેવી કોઈ વસ્તુ નથી. જે પ્રેત હોય છે તેઓ એમની અલગ દુનિયામાં રહે છે. જો આપણે એમને હેરાન ના કર્યા હોય તો એ ત્યાંથી આપણને હેરાન કરવા ના આવે. તમે કર્યા છે કોઈને હેરાન ?” સ્ટાર ફેરીએ બધાને પૂછ્યું. બધાએ ‘ના’ પાડ
“તો પછી શું કામ ડરવું ? હું ધરતી પર આ જ સંદેશ આપવા આવી છું કે તમે લોકો ડરને કાઢી નાખો અને શાંતિથી જીવો. અમે બધા છીએ ને, તમારી રક્ષા માટે.” એમ કહી સ્ટાર ફેરીએ એના મેજીક વોન્ડને બધા ઉપર ફેરવ્યું. એનાથી સોનેરી રંગનું ગ્લીટર હવામાં ઉડ્યું.
"મોનુ બોલ્યો, “આ બધું ખબર હોવા છતાં રાત પડે ત્યારે ક્યારેક આપોઆપ ડર લાગી જાય છે.” સ્ટાર ફેરીએ એના માથા પર હાથ મૂક્યો, “ત્યારે તારે આંખ બંધ કરી ભગવાનને યાદ કરવાના. એ તારી પાસે જ છે અને સૌથી પાવરફૂલ છે. એ તને કંઈ નહીં થવા દે.” બધા ટોય્ઝ એકદમ નિરાંત અને આનંદમાં આવી ગયા. સ્ટાર ફેરી એક બ્રાઈટ લાઈટ સાથે જતી રહી.
"સૂર્યની પહેલી કિરણ સાથે સવાર પડી. થોડી જ વારમાં પ્રાપ્તિ એના ટોય રૂમમાં આવી, “ચાલો ફ્રેન્ડ્ઝ, પેલી વાર્તા પૂરી કરીએ.” એ હાથમાં બુક લે છે, “....અને પછી એક દિવસ શું થયું ખબર છે ? એક શૂરવીર છોકરો એ ગામમાં આવ્યો અને બોલ્યો, ""ભૂત જેવું કંઈ ના હોય ! મિત્રો, તમે અમથા જ ડરો છો ! હું હમણાં ખુલાસો કરી આપું."" "
"અને એ પોતે ઝાડ પર ચઢ્યો, પછી નીચે ઉતરીને કહ્યું, ""જોયું, હું સહી સલામત છું. કોઈ બૂગી બાબા નથી ! બધા અહિયાં નિરાંતે રમો."" બધા આનંદમાં આવી ગયા. છોકરાઓને રમવા માટે નવી જગ્યા મળી ગઈ. ""જોયું ટોય્ઝ, બહાદુર બનવાથી અને ભયનો સામનો કરવાથી શું ફાયદો થાય?” એમ કહી પ્રાપ્તિએ બુક બંધ કરી અને બધા ટોય્ઝને ઉપાડીને ભેટી પડ