ગૌરવ: મમ્મી, હું તમને બહુ યાદ કરું ચુ. મને નવી મમ્મી નથી ગમતી. એ એનાં દીકરા ચિન્ટુનું જ ધ્યાન રાખે છે.
મમ્મી (સપનામાં): તને જેની સાથે નથી ફાવતું એની સાથે એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ તારે ડેવલપ કરવી પડશે.
મમ્મી (સપનામાં): જો તું તારી નવી મમ્મી સાથે ફરીયાદ કર્યા વગર એડજસ્ટ થઈશ તો તારી એડજસ્ટ થવાની શક્તિ વધતી જશે.
બીજા દિવસે એ એની મમ્મીના શબ્દો યાદ કરે છે અને બોલે છે કે, "મમ્મી, હવે હું ક્યારેય ફરીયાદ નહિ કરું. પ્રોમિસ!"
ચિન્ટુ: મમ્મી, તમે મને નાસ્તામાં રોજ દૂધ, ટોસ્ટ અને જામ આપો છો પણ ગૌરવને કેમ ખાલી દૂધ જ કેમ આપો છો?
ગૌરવ: મને સવારે એમેય બહુ ભૂખ નથી લાગતી. ચલ હવે સ્કુલ બસ આવી ગઈ છે.
ઘરે પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓની મમ્મીને તાવ આવે છે. મમ્મી: ચિન્ટુ, મેં તારા માટે થોડો નાસ્તો બનાવ્યો છે, ખાઈ લે.
ગૌરવ: મને પણ ભૂલ લાગી છે! મમ્મી: તું જોતો નથી મને તાવ છે? એ નાનો છે એટલે મેં એનાં માટે ખાવાનું બનાવ્યું.
મમ્મી: તું મોટો થઈ ગયો છે. પોતાના માટે જાતે બનાવાનું શીખી લે.
ગૌરવ: હા, મમ્મી તમે સાચા છો. તમે તમારું ધ્યાન રાખો. હું કંઇક બનાવીને ખાઈ લઈશ.
ગૌરવને ખાવાનું બનાવતાં નોહ્તું આવડતું. એટકે મેગી નુડલ્સ જેવું બનાવીને ખાઈ લીધું.
બીજા દિવસે, ગૌરવ: મમ્મી, હું જમવાનું બનાવવાનું શીખી લઈશ એટલે એટલે જો તમે બીમાર હોવ તો હું બધાં માટે જમવાનું બનાવી શકું.
આ રીતે ગૌરવ જમવાનું બનાવવાનું, કપડાં ધોવાનું અને વાસણ સાફ કરવાનું શીખી ગયો. તે આ બધામાં એક્સપર્ટ થઈ ગયો.
ધીમે ધીમે ગૌરવ અને ચિન્ટુ હાઈ સ્કુલમાં આવ્યા અને પછી બંનેને હોસ્ટેલમાં મુકવામાં આવ્યા.
એક મહિના પછી, ચિન્ટુ: આ સ્કુલ છે કે જેલ? મને અહીંયા નથી ગમતું. મારે ઘરે જવું છે.
ગૌરવ: આ તો બહુ સરસ છે. મેં જયારે પહેલીવાર પુડિંગ બનાવવાનું શીખ્યું હતું ત્યારે તો એ આના કરતાં બહુ ખરાબ બન્યું હતું.
ચિન્ટુ: હું આ જેલમાં સ્કુલની જેમ નહિ રહી શકું. હું કાલે પપ્પાને ફોન કરીને કહીશ કે મને અહીંથી લઈ જાય.
ગૌરવ: તને ખબર છે તું ફરીયાદ વગર એડજસ્ટમેન્ટ લઈશ તો તારી એડજસ્ટ થવાની શક્તિ વધશે.
ગૌરવ: એટલાં જ પ્રમાણમાં તારી નબળાઈ ઘટશે. એ પછી તારી પાસે ફરીયાદ કરવાનું કોઈ કારણ નહિ રહે.
ચિન્ટુ: જરાય નહિ! મારે તારી પાસેથી કોઈ લેકચર નથી સાંભળવું.
ચિન્ટુ એનાં પપ્પાને ફોન કરે છે. પપ્પા: અહિયા ભણવું તારા ભવિષ્ય માટે સારું છે. પણ ચિન્ટુએ અહિયા ભણવાની ના પાડી દીધી.
ગૌરવને કોઈ ફરીયાદ નહતી. એણે ના ગમતી પરિસ્થિતિને ગમતી પરિસ્થિતિમાં ફેરવવાનું શીખી લીધું હતું.
એને 'લો' ની સ્કુલમાં એડમીશન મળી ગયું અને સફળ લોયર બન્યા. જયારે ચિન્ટુને સામાન્ય નોકરી મળી.
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...