દિયા, અંજલી અને નિત્યાએ 'સર્વિસ ક્લબ'ની શરુ કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય અનાથ અને જરૂરિયાતમંદોની સેવા કરવાનો હતો.
દિયા: અંજલી, પ્લીઝ ‘વિશ્રાંતિ ફાઉન્ડેશન’ને ઈમેલ મોકલ અને તેમને દાનની રકમની જાણ કરી દે.
દિયા: નિત્યા, પ્લીઝ આપણી સર્વિસ ક્લબ જે સેવાઓ આપે છે તેની વિગતો આપતો લેખ લખી દે.
મમ્મી (ઘરે): મને બપોરથી તાવ છે. શું તું મને ઓટ્સ રાંધવામાં મદદ કરીશ? દિયા: હું થાકી ગઈ છું. મહેરબાની કરીને દાદીમાને પૂછો.
બીજે દિવસે....
દાદી: દિયા, તારી મમ્મી હજુ બીમાર છે. પ્લીઝ તું એમના માટે આ દવાઓ લાવી આપીશ!
દિયા: દાદી, મારે જવાનું મોડું થાય છે. સ્કુલ પહેલાં નિત્યાના ઘરે અમારી સર્વિસ ક્લબની મીટિંગ છે.
દાદા: એક તરફ તું લોકોની સેવા કરવાનું કામ કરો છો અને બીજી બાજુ તું તારી પોતાની મમ્મીની સેવા કરતી નથી.
દાદા: દિયા! તમારા માતા-પિતાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. સેવા ઘરથી શરૂ થાય છે અને પછી બીજા બધાની સાથે.
દિયા (ઉતાવળમાં જતી વખતે): પણ આજની મીટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને રદ કરી શકાય નહીં.
અંજલી (નિત્યાના ઘરે): વિશ્રાંતિ ફાઉન્ડેશનને આપણું કામ ગમ્યું છે. તેઓ આપણને સેવા પુરસ્કાર આપવા આવી રહ્યા છે.
આચાર્ય(શાળામાં): સેવા ક્લબે શાળાને ગૌરવ અપાવ્યું છે અને ગરીબ અને અનાથ બાળકો પાસેથી આશીર્વાદ મેળવ્યા છે.
આચાર્ય: અમારી શાળા વતી, હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેમને આ સેવા પુરસ્કારથી સન્માનિત કરું છું.
આચાર્ય: આવતીકાલે, એક અખબારના રિપોર્ટર અમારી શાળાની મુલાકાતે આવવાના છે. તેઓ સર્વિસ ક્લબ પર એક લેખ પ્રકાશિત કરશે.
બીજા દિવસે, દિયા શાળાએ જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તે શાળાએ જતી હતી ત્યારે જ ટેલિફોન રીંગ વાગી.
અંજલી: દિયા, આજે હું શાળાએ નહિ આવી શકું. મારી મમ્મીને ખૂબ તાવ છે અને તેની કાળજી લેવાની ખુબ જરૂર છે.
દિયા: પણ આજે અખબારનો રિપોર્ટર આવી રહ્યો છે. તું આવી તક કેવી રીતે ચૂકી શકે?
અંજલી: મારી મમ્મીની સેવા કરવાની તક હું કેવી રીતે ગુમાવી શકું દિયા? તમે બધા માહિતી શેર કરવા માટે ત્યાં હાજર છો.
ઈન્ટરવ્યુ કે છાપામાં ફોટો આવવા કરતાં મારી પ્રાયોરીટી મમ્મીની સેવા કરવી એ છે.
(સ્કુલમાં)રિપોર્ટર: તમારી ત્રીજી ફ્રેન્ડ ક્યાં છે? દિયા: એની મમ્મીને તાવ આવે છે એટલે એ નથી આવી શકી.
રિપોર્ટર: વાહ! મમ્મીનું ધ્યાન રાખે છે? નિઃસ્વાર્થ સેવા ઘરથી શરૂ થાય છે એ બતાવવાની આ સારી તક છે.
રિપોર્ટર: અંજલી, તમારા જેવી દીકરી સમાજ માટે એક ઉદાહરણ સમાન છે, જે ફેમીલી અને સોસાયટી બંનેની સેવા કરે છે.
દિયા: બીજા મારા વખાણ કરે એ અપેક્ષાથી હું સેવા કરતી હતી પણ અંજલીએ ખરી નિઃસ્વાર્થ સેવા કરી છે.
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...