સુખની દુકાન

રોજ બપોરે જયારે લક્ષ્મીબેન બીજાના ઘરમાં કચરા-પોતું અને વાસણ સાફ કરે, ત્યારે એમની દીકરી કજરી ઘરના ખૂણામાં બેસીને સ્કૂલનું લેસન પતાવે.


કજરી રૂચીની ઉંમરની જ હતી. કજરીને જોઈને રૂચીને ઘણીવાર વિચાર આવતો, "શું કજરીને ક્યારેય એવું લાગતું હશે કે મારી પાસે એના કરતા વધુ સારી વસ્તુઓ કેમ છે? એની સ્કૂલબેગ કેવી ફાટેલી છે? શું એ મારા જેવી સ્કૂલબેગ લેવાનું મન થયું હશે?"

થોડા દિવસ પછી રૂચીનો બર્થ-ડે આવી રહયો હતો. એણે મમ્મીને પૂછીને કજરીને પણ પોતાની બર્થ-ડે પાર્ટીમાં ઈન્વાઈટ કરી. લક્ષ્મીબેનને થોડો સંકોચ થયો પણ છેવટે તેમણે કજરીને પાર્ટીમાં રજા આપી.
પાર્ટીમાં બધી છોકરીઓ સરસ મજાના કપડા પહેરીને આવી હતી. કજરીએ એક સાદું ફ્રોક પહેર્યું હતું જે એની સાઈઝનું નહોતું. થોડી મોજમસ્ત અને નાસ્તો કર્યા પછી, રૂચીએ અનાઉન્સ કર્યું, "ઓકે, તો હવે છે પઝલ ટાઈમ !"

રૂચીએ બધાને પેન અને પેપર આપ્યા અને પછી એક પઝલ પૂછ્યું. કોઈ જવાબ આપે એ પહેલા કજરીએ પઝલ સોલ્વ કરીને જવાબ આપી દીધો.
"ગુડ જોબ કજરી!" બધાએ તાળીઓ પાડી અને પછી રૂચીએ કજરીને એક ગિફ્ટકાર્ડ આપ્યું.
"આ શું છે, રૂચીબેન?" કજરીને નવાઈ લાગી. આ જ તો રૂચીનો પ્લાન હતો. એને ખબર હતી કે કજરી એટલી હોંશિયાર છે કે સૌથી પહેલા પઝલ સોલ્વ કરી દેશે.

"પઝલ સોલ્વ કરવાનું પ્રાઈઝ. આ ગિફ્ટકાર્ડથી તું મોલમાં જઈને તારી મનપસંદ વસ્તુઓ ખરીદીજે ! ઓ.કે.?" રૂચીએ કહ્યું.

કજરીને વિશ્વાસ નહોતો આવતો અને એની આંખો ચમકી રહી હતી.

રૂચીના મનમાં કેટલાય વખતથી કજરીને કંઈક આપવાની ઈચ્છા હતી. રૂચીને કજરીની બુદ્ધિમત્તા અને નિશ્ચય જોયા હતા. રૂચીને પોતાનું ગિફ્ટકાર્ડ ખર્ચીને પોતાની વસ્તુઓ ખરીદવા કરતાં, તેણે નક્કી કર્યું હતું કે કજરીનું ગૌરવ જળવાઈ રહે એ રીતે ઈનામમાં ગિફ્ટકાર્ડ આપશે.

કજરીએ એ ગિફ્ટ કાર્ડને ગળે લગાવી દીધું એટલાં માટે નહિ કે એ એને ગિફ્ટમાં મળ્યું હતું પણ એટલે કે એની પ્રશંસા પણ થઈ. 
રૂચીને જે ગમતું હતું એ એણે આપી દીધું હતું. આ એણે સૌથી વધુ ખુશી આપતું હતું જે એણે ક્યારેય અનુભવ્યું નોહ્તું. 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...