મસ્ત ટમાટર

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર: ચાલો મિત્રો, રાત થઈ ગઈ છે. હવે ભાજી લેવા કોઈ નહીં આવે. આપણે જ્યાં જવું હોય ત્યાં જઈ શકાશે.

મસ્ત ટમાટર

કરેલા કાકા: ઉફ ! સવારથી આડા સુઈ સુઈને કમર જકડાઈ ગઈ છે.
મસ્ત ટમાટર: હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે આવું તો થાય.

મસ્ત ટમાટર

કરેલા કાકા: બીજા પર હસતા પહેલા યાદ રાખજે કે તારો પણ દિવસ આવશે.

મસ્ત ટમાટર

મિર્ચી માસી: આવી રીતે વાત કરાય ?
મસ્ત ટમાટર: મજાક કરતો હતો, માસી ! તમારો સ્વાદ અને સ્વભાવ બંને તીખા તમતમતા !

મસ્ત ટમાટર

બ્રીન્જલ અંકલ: વાતાવરણ કેટલું સરસ છે ! ચાલો, વોક કરવા જઈએ.
મસ્ત ટમાટર: આઈ લવ યુ અંકલ. તમે એકદમ મારા જેવા જ છો.

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર: વાઉ, કેટલી ઝગમગતી અને ખુલ્લી જગ્યા છે.
બ્રીન્જલ અંકલ: અહિયાં પણ આપણા જેવી જ શાક-ભાજી મળતી હોય છે.

મસ્ત ટમાટર

બધા ફરીને પાછા આવે છે.
કરેલા કાકા: સવાર થવા આવી. ચાલો, બધા પાછા લારીમાં ગોઠવાઈ જઈએ.

મસ્ત ટમાટર

અચાનક ખટપટિયા બજારમાં પોલીસની રેડ પડે છે અને સામાન અહિયાંથી ત્યાં કરવામાં મસ્ત ટમાટર પડી જાય છે.

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર: અરે, ઊભા તો રહો ! મને પણ લઈ જાઓ. મને છોડીને ક્યાં જાઓ છો. ઓહ નો ! આ મને શું થઈ ગયું છે ?

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર: વાઉ, આ તો પેલી ઝગારા મારતી જગ્યા. આ દુનિયા તો વધારે શાનદાર છે. અહીં મારા નવા ફ્રેન્ડ્સ બની જશે.

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર: હેલ્લો, મેં યહાં રહ સકતા હૂં ?
બ્રીન્જલ: એ પીચકું ! તારું મોં જો. મરેલા જેવું ! ચલ ફૂટ.

મસ્ત ટમાટર

કોબી: તું તો મોટો થતા પહેલા જ અટકી ગયો. તેરી મમ્મીને કોમ્પ્લાન નહીં પિલાયા ?
ટમાટર ત્યાંથી ભાગી જાય છે.

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર: મારા જૂના ફ્રેન્ડ્સ કેટલા સારા હતા. આઈ મીસ ધેમ. એમની મશ્કરી કરીને મેં એમને કેટલું દુ:ખ આપી દીધું !

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર: આ લારી તો જાણીતી લાગે છે ! શું હું પાછો ખટપટિયા બજારમાં આવી ગયો છું ? એ લારી પર ચડી જાય છે.

મસ્ત ટમાટર

કરેલા કાકા: અરે ટમાટર, તું આવી ગયો ?
મસ્ત ટમાટર: હાશ ! તમે બધા મળી ગયા. એ લોકોએ પેલા મોલમાંથી મને કાઢી મૂક્યો.

મસ્ત ટમાટર

મિર્ચી માસી: અરે, આ જો આની શું હાલત થઈ છે !
મસ્ત ટમાટર: હું છૂંદાઈ ગયો છું. તો પણ તમે મને તમારી સાથે રાખશો ?

મસ્ત ટમાટર

કરેલા કાકા: તો શું થયું ? તારો સ્વાદ તો એવો ને એવો જ છે ને !
મસ્ત ટમાટર: મારી મસ્તીઓ માટે બધા મને માફ કરી દો.

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર:  હું પ્રોમિસ કરું છું કે ક્યારેય કોઈની મશ્કરી નહીં કરું.
મિર્ચી માસી:  ચાલો, દેર આએ, દુરુસ્ત આએ !

મસ્ત ટમાટર

બ્રીન્જલ અંકલ: તો ઈસી બાત પે, ફરીથી વોક કરવા જઈએ ?
કરેલા કાકા: ક્યાં ? પેલા મોલમાં?

મસ્ત ટમાટર

મસ્ત ટમાટર: ના.....
બધા હસી પડે છે.