એક સમયે, સીન નદીની મધ્યમાં એક નાનો ટાપુ હતો.
બધા પ્રાણીઓ એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. તેમની પાસે આખો દિવસ પસાર કરવા માટે ઘણી બધી એક્ટીવીટી અને વસ્તુઓ હતી.
એક દિવસ, બધા તેમની બપોરના નિદ્રામાં ઊંઘી રહ્યા હતા, પરંતુ સસલું અને કાચબો રમતા હતા.
કાચબો: ચાલો રેસ કરીએ. સસલું (આત્મવિશ્વાસપૂર્વક): ઓકે...ચાલો શરુ કરીએ!
સસલું(વિચારીને): આમ તો, હું જ જીતીશ એટલે મને થોડો સમય આરામ કરવા દો, કારણ કે કાચબો ધીમેથી દોડી રહ્યો છે.
સસલું ગાઢ ઊંઘમાં સુઈ ગયું અને કાચબો સતત આગળ વધ્યો અને રેસ જીતી ગયો.
સસલું: એય ચીટર! તે ચીટીંગ કરી છે. હું ફરીથી રેસ કરવા માંગુ છું! કાચબો (દુઃખથી): ઠીક છે.
સસલું આરામ કરવા માટે ક્યાંય અટક્યું ન હતું. આ રીતે તેણે સરળતાથી રેસ જીતી લીધી.
કાચબો (ઈર્ષ્યાથી): આપણે ફરીથી રેસ કરવી જોઈએ. સસલું: સારું! પણ આ વખતે આપણે જુદા રસ્તા પરથી રેસ કરીશું.
સસલું (નદી કિનારે): ઓહ નો! હું ફીનીશ લાઈન સુધી કેવી રીતે પહોંચીશ? કાચબો: ઓહ યેસ, હું તરી શકું છું.
કાચબો: હું સૌથી ઝડપી છું! સસલું: ના, હું સૌથી ઝડપી છું!
કાચબો: પણ હું પાણી પર વધુ ઝડપી છું. સસલું: અને હું જમીન પર વધુ ઝડપી છું.
કાચબો: ઊભા રહો! જો આપણે એકબીજાને મદદ કરીશું તો આપણે ઝડપથી આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું. સસલું: સાચું! મને પણ એવું જ લાગે છે.
રેસ ફરી શરૂ થાય છે!
કાચબો: હું તને મારી પીઠ પર બેસાડીને નદી પાર કરી શકું છું. સસલું: અને હું તને જમીન પર ઝડપથી દોડવામાં મદદ કરીશ.
કાચબો: અરે! આપણે ઝડપથી અને સરળતાથી પહોંચી ગયા. સસલું: બ્રિલિયન્ટ! આ આપણી ટીમવર્કનું પરિણામ છે.
તો મિત્રો.. ચાલો સ્પર્ધા અને ઈર્ષ્યા કરવાને બદલે આપણી શક્તિઓને જોડી એકબીજાના પૂરક બનીએ.
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...