સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ કેટલાય દાયકાઓથી (વર્ષોથી) ભારત અને વિદેશમાં જાણીતું છે. ભારતના આ અજાણ્યા સાધુએ 1893માં શિકાગો (અમેરિકા) ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરી અચાનક જ ખ્યાતિ મેળવી હતી. પૂર્વીય અને પશ્ચિમી સંસ્કૃતિના તેમના વિશાળ જ્ઞાન તેમજ તેમની ઊંડી આધ્યાત્મિક આંતરદૃષ્ટિ, વાતચીત કરવાનું ઉત્તમ કૌશલ્ય, સહાનુભૂતિ અને વિશેષ વ્યક્તિત્વ એ ઘણા લોકોના હૃદય પર છાપ પાડી. જે લોકો એક વખત પણ સ્વામી વિવેકાનંદને જોતા કે સાંભળતા, તેઓ અડધી સદીથી વધુ સમય સુધી એમને યાદ કરતાં.

હિંદુ ધર્મનો પ્રચાર કરવા માટે પ્રથમ વખત વિદેશ જતા પહેલા, વિવેકાનંદની માતા જાણવા માંગતી હતી કે તેઓ આ મિશન માટે તૈયાર છે કે નહીં. એમણે તેમને ડિનર માટે આમંત્રણ આપ્યું. વિવેકાનંદે તેમની માતાના વિશેષ પ્રેમ અને સ્નેહ સાથે સ્વાદિષ્ટ જમવાનો આનંદ માણ્યો. સ્વાદિષ્ટ ડિનર પછી, વિવેકાનંદની માતાએ વિવેકાનંદને ફળોની પ્લેટ અને ચાકુ આપ્યાં. વિવેકાનંદે ફળ કાપીને ખાધું અને પછી તેમની માતાએ કહ્યું, "દીકરા, તું મને ચાકુ આપી શકે છે? મારે તે જોઈએ છે." વિવેકાનંદે તરત જ ચાકુ આપ્યું.
વિવેકાનંદની માતાએ શાંતિથી કહ્યું, "દીકરા, તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે અને હું તને વિદેશ જવા માટે હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું." વિવેકાનંદે આશ્ચર્યથી પૂછ્યું, “મા, તમે મારી કસોટી કેવી રીતે કરી? મને સમજાયું નહિ.”
માતાએ જવાબ આપ્યો, “દીકરા, જ્યારે મેં ચાકુ માંગ્યું ત્યારે મેં જોયું કે તેં મને કેવી રીતે આપ્યુ, તેં છરીની તીક્ષ્ણ ધાર પકડીને આપી અને છરીનું લાકડાનું હેન્ડલ મારી તરફ રાખ્યું. આ રીતે, જ્યારે હું તેને લઉં તો મને નુકસાન ના થાય અને આનો અર્થ એ કે તેં મારી સંભાળ લીધી. અને, આ તારી પરીક્ષા હતી જેમાં તું પાસ થયો છે. જે વ્યક્તિ પોતાના વિશે વિચારવાને બદલે બીજાના કલ્યાણનો વિચાર કરે છે તેને જગતને ઉપદેશ આપવાનો અધિકાર મળે છે અને તે અધિકાર તને મળ્યો છે. તને મારા બધા જ આશીર્વાદ છે.”
આ સૌથી મહત્વપૂર્ણ નિશાની હતી, જે એમણે એમના જીવનકાળમાં મળેલા ઘણા લોકોના હૃદયમાં છોડી દીધી હતી. પોતાના માટે વિચારતા પહેલા અન્યનો વિચાર કરવો.
મોરલ: એવા કેટલાક ગુણો છે જે સામાન્ય માણસ અને અસામાન્ય માણસ વચ્ચેનો તફાવત દર્શાવે છે. દરેકના કલ્યાણનો વિચાર કરવો એ એક વિશેષ ગુણ છે. સાચો ઉમદા વ્યક્તિ તે છે, જે આપણા રોજિંદા જીવનની નાની નાની બાબતોમાં પણ બીજાના સુખનો વિચાર કરે છે. જે માત્ર પોતાના એકલા માટે જ વિચાર કરે છે તે સ્વાર્થી ગણાય છે અને લાંબા ગાળે દુનિયા તેની કદર કરશે નહીં. કુદરતનો નિયમ છે કે તમે જેટલા મોટા દિલના અને ઉમદા હશો તેટલું વધારે તમે મેળવતા રહેશો અને જેટલા સંકુચિત મનના બનશો તેટલું ઓછું મેળવશો.
Related Links:
Animation Clip - નોબિલિટી
Animation Clip- Dada's Nobility
Magazine- Nobility



