સાચી મિત્રતા

ફીલિંગ્ટન શહેરમાં, આઠ બેસ્ટ ફ્રેન્ડસ રહેતા હતા: શુદ્ધ પ્રેમ, ગર્વ, ચોરી, પોઝિટીવીટી, પ્રાર્થના, નોબિલીટી, નેગેટિવીટી અને ઈર્ષ્યા. 

 

તેઓ સાથે હસતા, સાથે રમતા અને આમ મિત્રતાનો મજબૂત બોન્ડ બની ગયો. તેઓ નાના બાળકો હતા ત્યાં સુધી જીવન આનંદદાયક હતું. જો કે, જેમ જેમ તેઓ મોટા થવા લાગ્યા તેમ, વસ્તુઓ અણધારી રીતે બદલાવા લાગી. 

 એક સવારે, નોબિલિટીનો ડોરબેલ વાગ્યો. તેણે દરવાજો ખોલ્યો, અને જોયું કે એક સુંદર ભેટ તેની રાહ જોતી હતી. 

 "સાયકલ!" તેણે કહ્યું. "મને ઘણાં વખતથી તે જોઈતી હતી". તેના આનંદની કોઈ સીમા ન હતી. 

તેણે નજીક જતાં જોયું કે તેના પર 'ફ્રોમ અંકલ, વિથ લવ' એવી એક ચિઠ્ઠી હતી. 

"લવ યુ અંકલ!" તેણે કહ્યું. 

તેણે તે તેના મિત્રોને બતાવવાનું નક્કી કર્યું. તે જ દિવસે, તે બધાએ મળવાનું નકકી કર્યું. 

 "હાહ!" "મારી પાસે આના કરતા વધારે સારી સાયકલ છે." ખિજાઈને પ્રાઇડે કહ્યું.

"મારી પાસે નોબિલીટી જેવા કાકા કેમ નથી?" ઈર્ષ્યાએ કહયું. 

 "સરસ, તું તે ડિઝર્વ કરે છે!" પોઝિટીવીટીએ કહ્યું. 

"શુદ્ધ પ્રેમ ક્યાં છે? આજે કેમ નથી આવ્યો?" નોબિલીટીએ પૂછ્યું. 

થોડી જ વારમાં, નોબિલિટીને એક મધુર અવાજ સંભળાયો, "આ રહ્યો હું ભાઈ! અરે, વાહ! આ સાયકલ હું શોધી રહ્યો હતો તેવા જ પ્રકારની છે!" શુદ્ધ પ્રેમે કહ્યું. 

 "જો તને તે તારા માટે બરાબર લાગે છે પ્રેમ, તો પછી તું તેને રાખી લે!" નોબિલીટીએ કહ્યું. 

પ્રેમે જવાબ આપ્યો, "શું? ના… ના….! તારા કાકાએ તારા માટે મોકલી છે!" 

"અરે! કેવી વાત કરે છે? તેઓ મને બીજી મોકલશે! અને મને ખાતરી છે, જો હું તને આપીશ તો તે વધુ ખુશ થશે." નોબિલીટીએ કહ્યું. 

 "સારું... આભાર નોબ!" પોઝિટીવીટી અને પ્રાર્થના બંનેએ તેમની ઉદારતા માટે નોબિલીટીની પ્રશંસા કરી. જો કે, એક વ્યક્તિ એવી હતી જેના મનમાં કંઈક બીજું હતું. તે ચોરી હતો જે ચુપચાપ સાયકલ લૂંટવાની યોજના બનાવી રહ્યો હતો. 

"પાસ ધ પાર્સલ, રમતા રહો મિત્રો, સાયકલ આખરે મારી જ પાસે હશે! હા-હા!" ચોરી મનમાં બબડ્યો. 

 તે જ રાત્રે, ચોરીએ પોતાના મોંઢા પર માસ્ક પહેરી, પ્યોર લવના ઘરેથી સાયકલની ચોરી કરી. બીજા દિવસે સવારે, પ્યોર લવ નવી આવેલી સાયકલ પર સવારી કરવા વહેલો ઉઠ્યો. સાયકલને અદૃશ્ય જોઈને તેને આશ્ચર્ય થયું ! "અદ્રશ્ય! મારી સાયકલ ક્યાં ગઈ?" નોબિલીટીએ પૂછપરછ કરી. 

 "મને ખબર નથી મિત્ર." નિરાશામાં શુદ્ધ પ્રેમે કહ્યું. 

"ચિંતા ના કરીશ, હું મારા કાકાને કહીશ કે આપણા માટે બે નવી સાયકલ લઈ આવે." 

તેટલી જ વારમાં, તેઓએ નેગેટિવીટીને તેમની પાસે આવતી જોઈ, "શુદ્ધ પ્રેમ ... નોબિલીટી, મેં ગઈકાલે રાત્રે ચોરીને શુદ્ધ પ્રેમના આંગણામાંથી ગુપ્ત રીતે સાયકલ લેતા જોયો. તે આટલો દુષ્ટ વ્યક્તિ છે!" 

"નેગ્સ આવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં. છેવટે, તે આપણા બેસ્ટ મિત્રોમાંથી એક છે!" શુદ્ધ પ્રેમે કહયું. "પણ જુઓ તેણે શું કર્યું ! તમારા વિશ્વાસ સાથે દગો કર્યો છે! દગાખોર!" 

 "જો તમે ઇચ્છો તો, તમે ભગવાનને કહી શકો છો કે શું થયું છે અને મારી સહાયથી તમારી સાયકલ પાછી મેળવી શકો છો!" પ્રાર્થનાએ સલાહ આપી. 

 "ના, આભાર પ્રાર્થના. જો તેને ગમતું હોય તો તેને રાખવા દો." શુદ્ધ પ્રેમે કહ્યું. 

"જો તેણે મને પહેલાં કહ્યું હોત, તો તેણે આવા ખોટા રસ્તાનો ઉપયોગ ન કરવો પડત." નોબિલીટીએ કહ્યું. "પણ  અમે તેને હવે પ્રેમ કરતા નથી, બરાબર ને શુદ્ધ પ્રેમ ?" પ્રાઈડે માથું ઉંચુ કરીને કહ્યું. 

"ના…ના…, એવું ક્યારેય ન હોઈ શકે. માત્ર એટલા માટે કે, તેણે મારી સાયકલ ચોરી લીધી છે, તેનો અર્થ એ નથી કે હું તેને પ્રેમ કરવાનું બંધ કરું! શુદ્ધ પ્રેમ તો વધતો નથી કે ઘટતો નથી. હું તેને તેટલો જ પ્રેમ કરું છું જેટલો હું તને અને નોબિલીટીને પ્રેમ કરું છું." 

 ચોરીએ દૂરથી આ બધું સાંભળ્યું. આ વાત તેના હૃદયને ઉંડાણથી સ્પર્શી ગઈ. તે તરત જ પ્યોર લવના પગમાં પડ્યો અને માફી માંગી. "મેં તને ક્યારેય દોષિત ગણ્યો નથી મિત્ર. તેથી, માફીનો કોઈ અર્થ નથી." 

ચોરીએ તેને સાયકલ પાછી આપી અને તે દિવસથી, તેઓને  એકબીજા સાથેની સાચી મિત્રતા પાછી મળી. તેઓ બધાને શુદ્ધ પ્રેમ જેવો મિત્ર હોવાનો ગર્વ હતો.

 દાદાજી કહે છે કે શુદ્ધ પ્રેમ એ છે કે, જે ન વધે કે ન ઘટે. સામેની વ્યક્તિ ગમે તેવી હોય, એ એવો ને એવો જ રહે છે! અને નોબિલીટી એ છે કે એની પાસે જે કંઈ પણ હોય તો પણ (તે તેની સૌથી કિંમતી સંપત્તિ પણ હોય) એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના અન્ય વ્યક્તિ માટે વાપરવી. સાચા મિત્રો આ ગુણો દ્વારા ઓળખી શકાય છે. જો તમને સાચા મિત્રની જરૂર હોય, તો સાચા મિત્ર બનો!!