કોણ હતા શાન્તાક્લોઝ !

બ્રિટનમાં બાળકો  એમને ફાધર ક્રિસમસ કહે છે. જર્મનીમાં, તે ક્રિસ ક્રીંગલ છે. અને હા, તમે એમને સાન્તાક્લોઝ તરીકે ઓળખો છો. પરંતુ શું તમે જાણો છો કે સેંકડો વર્ષો પહેલાં સાન્તાક્લોઝને 'સેન્ટ નિકોલસ'ના નામથી બોલાવવામાં આવતા હતા ?  

સેંકડો વર્ષો પહેલા, નિકોલસ દરિયા કિનારે આવેલા માયરા નામના શહેરમાં રહેતા હતા, જે હવે તુર્કી તરીકે ઓળખાય છે. નિકોલસ નાના બાળક હતા ત્યારથી, તે દુનિયાની બીજી કોઈપણ વસ્તુ કરતા, ભગવાનને વધુ પ્રેમ કરતા હતા. એમણે ઘણો અભ્યાસ કર્યો, વારંવાર પ્રાર્થના કરી અને ગરીબોને મદદ કરીને ભગવાનને ફોલો કર્યા. 

માયરામાં એક માણસ રહેતો હતો જે ખૂબ જ ગરીબ હતો. આ માણસને પત્ની ન હતી, પણ તેની ત્રણ જુવાન દીકરીઓ હતી, જે લગ્નની ઉંમરની હતી. આ વ્યક્તિ, એટલો ગરીબ હતો કે તેની પાસે તેની દીકરીઓના લગ્ન માટે પૈસા નહોતા. નિકોલસે આ માણસની સ્થિતિ વિશે સાંભળ્યું. એક રાત્રે, નિકોલસ ધીમેથી આ માણસના ઘરે ગયા અને બારીમાંથી કંઈક ફેંક્યું. તે સોનાથી ભરેલી થેલી હતી, જે તેની મોટી દીકરીના લગ્ન કરવા માટે થઈ રહે એટલી હતી. 

તે માણસ ખૂબ જ ખુશ હતો અને તેની પુત્રી પણ ખૂબ ખુશ હતી. તેણીએ ખુશીથી લગ્ન કર્યા. પરંતુ તેના પિતાને હજુ પણ બે દીકરીઓ પરણાવવાની બાકી હતી. નિકોલસ એક રાત્રે ફરી એના ઘરે પાછા ગયા અને ફરીથી બારીમાંથી સોનાની થેલી ફેંકી. પિતાને આનંદ થયો, પણ તેને આશ્ચર્ય થયું કે તેને કોણ મદદ કરી રહ્યું છે અને શા માટે !

ખરેખર, નિકોલસ ઈચ્છતો જ ન હતો કે તે માણસને ખબર પડે. તે માનતો હતો કે જે લોકોને આપણે મદદ કરી રહ્યા હોય તેને જણાવ્યા વગર મદદ કરવી એ શ્રેષ્ઠ છે. જો આપણે આ રીતે બીજાઓને મદદ કરીએ, તો તે સાબિત થાય છે કે આપણે એને ખરેખર મદદ કરવા ઈચ્છીએ છીએ,  નહીં કે તેના બદલામાં લોકો આપણી પ્રશંસા કરે. 

પરંતુ પિતા તેમને કોણ મદદ કરે છે તે જાણવા માટે મક્કમ હતા. તેની એક દીકરી બાકી હતી અને તેની સૌથી નાની દીકરીના લગ્ન માટે પૈસા નહોતા. તેને ચોક્કસપણે આશા હતી કે તે કોઈક તેને ફરીથી મદદ કરવા માટે આવશે. કારણ કે, તે શોધવા માંગતો હતો કે તે કોણ કરી રહ્યું છે.  તેથી તેણે બારીઓ બંધ કરી અને દરવાજા તરફ જોતો હતો. નિકોલસ હજી પણ મદદ કરવા માંગતો હતો પરંતુ તે ઈચ્છતો ન હતો કે તે માણસ તેને જોઈ જાય. તેથી, પિતાની નજરથી દૂર ઘરના પાછળના ભાગમાં, તેણે ત્રીજી પુત્રી માટે સોનાની થેલી ચીમનીની નીચે મૂકી દીધી! 

આ રીતે સેન્ટ નિકોલસે ગરીબ માણસોને મદદ કરતાં અને તેની મદદના બદલામાં ક્યારેય કોઈ અપેક્ષા રાખતા ન હતા. તેણે ફક્ત એ જ વિચાર્યું કે જેમને એમની મદદની જરૂર છે એમને તેઓ કેવી રીતે મદદ આપી શકે.