સેન્ડ્રા: સની, મારા દીકરા- વેલકમ ટુ ધીસ વર્લ્ડ !
સની: હાય, મમ્મી. સની આગળ કંઈ કહે એ પહેલા તો સેન્ડ્રાએ એને કિક મારી.
સની: કેમ મમ્મી ? તમે મને કિક કેમ મારી ? સેન્ડ્રાએ સનીને કોઈ જવાબ ના આપ્યો અને ફરીથી કિક મારી.
સની: આ કિક્સથી બચવા માટે મારે ઊભા થવું જ પડશે. પણ સનીના પગ બહુ નબળા. જેમ તેમ કરીને એ ઊભો થયો.
એની મમ્મીએ એને ફરી ત્રીજીવાર કિક મારી અને એ જમીન પર પડી ગયો.
સની: આ તો બહુ વાગે છે. મારે અહીંયાથી ભાગવું જ પડશે. સની માટે આ સહેલું નહોતું પણ એની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો.
રસ્તામાં સનીએ વાંદરાના બચ્ચાને એની મમ્મીના ખોળામાં સૂતેલો જોયો. સની: કેટલું લકી છે આ બચ્ચું ! એની મા એને કેટલું વહાલ કરે છે.
સનીની નજર એક ઝાડ તરફ ગઈ. સની: પેલી ચકીની મમ્મી એના બચ્ચાને કેવું ફાઈન ફાઈન ખવડાવે છે !
આગળ જતા, સની: વાઉ, બેબી પાન્ડાના મમ્મી એને કેવી સાવચેતીથી ઝૂલાવી રહ્યા છે !
સની: બધાના મમ્મી એમના બેબીસને કેટલો લવ કરે છે. મારા મા મને કેમ લવ નથી કરતા ?
સની: આ દુનિયામાં હું હમણાં જ આવ્યો છું. હું એટલો ખરાબ છું કે મા મને લવ કરવાના બદલે કિક મારે છે ? શું મા કાયમ મારાથી નારાજ રહેશે ?
ત્યાં તો સનીને એક ગર્જના સંભળાઈ. એણે જોયું તો... સની: આ શું ? આ બે ચમકતી આંખો કોની છે ?
થોડે દૂર ઝાડની વચ્ચેથી એક સિંહ બહાર નીકળ્યો. સની એકદમ ગભરાયો અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યો.
સિંહ સનીનો પીછો કરવા લાગ્યો. સનીએ અચાનક ટર્ન માર્યો અને ઝડપથી ભાગીને ઊંચા ઘાસની પાછળ સિંહને દેખાય નહીં એમ છૂપાઈ ગયો.
સની: કેટલો ભયાનક સિંહ હતો ! જો હું ભાગ્યો ના હોત તો એ મને ખાઈ જ ગયો હોત !
એ જ વખતે સનીનું ધ્યાન એના પગ તરફ ગયું. સની: મારા પગ ! જ્યારે હું જન્મ્યો ત્યારે મારા પગ કેટલા નબળા હતા પણ હવે એ સ્ટ્રોંગ થઈ ગયા છે.
સની: આ કેવી રીતે થયું? મા એ મને કિક્સ ના મારી હોત તો હું ક્યારેય ભાગતા શીખ્યો ના હોત !
સની: એનો અર્થ એ છે કે કિક્સ મારીને મા મને સ્ટ્રોંગ બનાવતી હતી.
સની: મમ્મી, મા મને ખરેખર લવ કરે જ છે. ફક્ત બીજા બધા કરતા એમની લવ કરવાની સ્ટાઈલ અલગ છે.
સની: થેન્કયુ મા, તમારી સાથે તો હું સેફ જ છું. અને જંગલમાં પોતાની સેફટી રાખવા માટે પણ તમે જ મને સ્ટ્રોંગ બનાવ્યો છે !