ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

શ્રી રામ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પાછા ફર્યા ત્યારે સૌ પ્રથમ તેઓ માતાઓને મળવા ગયા

જ્યારે તેઓ માતા કૈકેયી પાસે ગયા. કૈકેયી: બેટા રામ ! મને માફ કર. મેં તને ઘણી મોટી શિક્ષા કરી દીધી

કૈકેયી: તારા વનવાસનું કારણ હું છું. એનો મને ખૂબ પસ્તાવો છે

રામ: મા, રડો નહીં. આપે તો મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે

રામ: મા ! પિતાજીનો મારા ઉપર આટલો અપાર સ્નેહ છે ! એની મને ક્યારે ખબર પડી ? વનવાસનું નિમિત્ત બન્યું ત્યારે જ ને!

ભરત કેવો મહાત્મા છે ! કેટલો અનાસક્ત છે ! વનવાસના લીધે જ તો આવી કેટલીય અજાણી વાતો જાણવા મળી !

હનુમાનની પવિત્ર ભક્તિ, સુગ્રીવની મૈત્રી, લક્ષ્મણનો અજોડ ભ્રાતૃપ્રેમ, સીતાની મહાનતા

રાવણ સાથેના યુધ્ધમાં મને મારી શક્તિની ઓળખ પણ વનવાસના કારણે જ થઈ છે

આટલી નાની વયે મને સાધુ સંતો અને ગુરુજનોની સેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો !

આવા હતા ભગવાન રામ ! આખા જીવન દરમિયાન એમણે ક્યારેય માતા કૈકેયીનો દોષ નથી જોયો પરંતુ એમનો ઉપકાર જ માન્યો છે.

ભગવાન રામના આગમનની આતુરતાથી રાહ જોતા અયોધ્યાવાસીઓએ આખા નગરમાં દીવાથી રોશની કરી હતી. એ દિવસ આજે દિવાળી તરીકે ઉજવાય છે.