ઋષભદેવ દાદા ભગવાનને સો પુત્રો હતાં. તેમાંથી નવ્વાણુંને તેમણે દીક્ષા આપીને મોક્ષ આપેલો.
સૌથી મોટા પુત્ર તે ભરત ચક્રવર્તી. તેમને રાજ ચલાવવાનું સોંપ્યું. ભરત રાજા તો લડાઈઓ લડતા લડતા અને મહેલમાં તેરસો રાણીઓથી કંટાળી ગયા.
તેઓ ભગવાન પાસે ગયા. અને તેમણે પણ દીક્ષા માંગી ને મોક્ષ માંગ્યો.
ભગવાને કહ્યું કે, “જો તું પણ રાજપાટ છોડી દે તો પછી રાજ કોણ સંભાળે? માટે તારે તો રાજ સંભાળવું પડશે. પણ જોડે જોડે હું તને એવું ‘અક્રમજ્ઞાન’ આપીશ કે લડાઈઓ લડતાં, રાજ ભોગવતાં ને તેરસો રાણીઓની સાથે રહીને પણ તારો મોક્ષ નહીં જાય.’
તે તેવું આશ્ચર્ય જ્ઞાન આપ્યું ! તે જ ‘અક્રમ-જ્ઞાન’.
શાસ્ત્રોમાં મોક્ષ પામવા(મુક્તિ) માટે બે પ્રકારના માર્ગ દર્શાવવામાં આવ્યા છે. 1) ક્રમિક માર્ગ-જેમાં એક એક પગથીયું ચડવું પડે, 2) અક્રમ માર્ગ –લીફ્ટ માર્ગ. અક્રમ જ્ઞાન થકી એવું શક્ય બન્યું છે કે કાયમનો આનંદ ખુબ જ સરળતાથી પ્રાપ્ત થાય.