સંગમદેવ

સંગમદેવ

એકવાર ભગવાન મહાવીર ધ્યાનમાં સ્થિર ઊભા હતા. એમની દૈવી શક્તિ જોઈને ઈન્દ્ર દેવે એમની વંદના કરી અને ભગવાનની ખુબ પ્રશંસા પણ કરી.

સંગમદેવ

દેવલોકમાં ઈન્દ્રદેવની સભામાં હાજર સંગમ નામના એક દેવને આ સાંભળીને ભગવાન માટે ઈર્ષ્યા થઈ.

સંગમદેવ

સંગમદેવ: એક માનવમાં એવી કોઈ દૈવી શક્તિ ના હોઈ શકે જે દેવલોકોની શક્તિ સામે ટકી શકે. હું મહાવીરનું ધ્યાન ભંગ કરીને બતાવીશ.

સંગમદેવ

ભગવાન મહાવીરની પરીક્ષા કરવા સંગમદેવે દેવલોકમાંથી પૃથ્વી તરફ પ્રયાણ કર્યું. ભગવાનનું ધ્યાન ભંગ કરવા માટે એમણે તેમના પર આકરા ઉપસર્ગો કર્યા.

સંગમદેવ

એમણે એટલી બધી ધૂળ ઉડાડી જેનાથી ભગવાનના નાક અને મોઢામાં ધૂળ ભરાઈ ગઈ અને એમનો શ્વાસ રૂંધાવા લાગ્યો.

સંગમદેવ

એમણે ભગવાનના શરીર પર ડંખીલા સાપ અને વીંછી છોડ્યા.

સંગમદેવ

એમણે હાથીનું રૂપ ધારણ કરીને સૂંઢથી ભગવાનને હવામાં ઊંચે ઉછાળ્યા.

સંગમદેવ

પિશાચ બની મુખમાંથી જ્વાળામુખી કાઢીને ભગવાનને ભસ્મ કરી નાખવાની કોશિશ કરી.

સંગમદેવ

ભગવાનના બંને પગની વચ્ચે અગ્નિ પ્રગટાવીને એના પર ખીર બનાવી.

સંગમદેવ

સિંહ અને ચિત્તાનું રૂપ લઈને એમના શરીરને ચીરી નાંખવાના પ્રયત્નો કર્યા.

સંગમદેવ

સંગમદેવે હજારો ટન વજનવાળા કાલચક્રથી ભગવાનના માથા પર પ્રહાર કર્યો. એ ચક્ર એટલું શક્તિશાળી હતું કે ભગવાન જમીનમાં ધસી ગયા.

સંગમદેવ

ભગવાન પર અનેક રીતે ઉપસર્ગ કર્યા પછી પણ સંગમદેવ એમને ધ્યાનમાંથી ડગાવી શક્યા નહીં.

સંગમદેવ

ઘણા દિવસો સુધી ઉપવાસ કર્યા પછી જ્યારે ભગવાન ભિક્ષા માટે ગામમાં જતા ત્યારે સંગમદેવ એવા પ્રયત્નો કરતા જેનાથી ભગવાનને ભિક્ષામાં વાસી ખાવાનું જ મળતું.

સંગમદેવ

મહિનાઓ સુધી ખાવાનું ના મળ્યું હોવા છતાં પણ ભગવાનને કોઈના માટે કિંચિતમાત્ર નેગેટીવ ભાવ ઊભા થયા નહોતા અને તેઓ જરાય દુ:ખી પણ નહોતા થયા.

સંગમદેવ

છ-છ મહિનાઓ સુધી સતત ભયંકર ઉપસર્ગો કર્યા પછી આખરે સંગમદેવે પોતાની હાર કબૂલી અને ભગવાના ચરણોમાં નમી ગયા.

સંગમદેવ

સંગમદેવ: આપ ખરેખર મહાવીર જ છો ! આપની હિંમત અને એકાગ્રતા અજોડ અને અખંડ છે. મને ક્ષમા કરો.

સંગમદેવ

ભગવાન મહાવીર: મેં ક્યારેય તમારો દોષ જોયો જ નથી. અમારી તો સહજ ક્ષમા જ હોય !

સંગમદેવ

ફ્રેન્ડ્ઝ, ભગવાન અલૌકિક શક્તિઓના સ્વામી હતા ! આપણે એવા તીર્થંકર ભગવાનની ભક્તિ કરીએ છીએ જે આવા ભયાનક ઉપસર્ગોમાં પણ અડગ ઊભા રહ્યા હતા.