ગૌતમ સ્વામી,મહાવીર પ્રભુના પ્રથમ શિષ્ય હતા.એમને પ્રભુ પ્રત્યે ખૂબ રાગ હતો.પ્રભુનો વિરહ એમનાથી સહન થતો નહોતો.પોતાનો નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામી માટે ખટપટ કરી.
એમણે ગૌતમ સ્વામીને આજ્ઞા કરી કે,બાજુના ગામમાં જઈને એક શ્રાવકને ધર્મ ઉપદેશ આપી આવો.ભગવાનની આજ્ઞા ગૌતમ સ્વામી માટે બ્રહ્મ વાક્ય જેવી હતી,આજ્ઞા મળતાં જ તેઓ પ્રસન્ન ચિત્તે શ્રાવકના ઘરે નીકળી પડ્યા.
તેઓ અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં તો ભગવાન મહાવીરના નિર્વાણની આકાશવાણી થઈ.એ સંભાળીને ગૌતમ સ્વામીને ખુબ આધાત લાગ્યો કે,પ્રભુને ખબર હોવા છતાં એમણે મને અંત સમયે એમનાથી દૂર કર્યો!ભગવાને મારી સાથે આવું કેમ કર્યું?કેમ?કેમ?......
ગૌતમસ્વામી વિચારે ચડ્યા.વિચારધારા આગળ વધતાં ભગવાન પરથી દ્રષ્ટિ હતીને એમના પોતાના પર પડી અને એમની વિચારધારાએ રસ્તો બદલ્યો...'અરેરે! મારી ભૂલ થઈ ગઈ!મેં ભગવાન માટે કેવું ખોટું વિચાર્યું!મને ભગવાન માટે રાગ છે પરંતુ ભગવાન તો વીતરાગ છે.ભગવાનને કોઈ સાથે રાગ દ્વેષ હોય નહીં,ભગવાન તો અત્યંત કરુણાવાળા છે, વીતરાગ છે.....'
અને ભગવાનની વીતરાગતા એમની દ્રષ્ટિમાં આવવા લાગી. આવરણો ખસતા ગયા. જેવી સંપૂર્ણ વીતરાગતા દ્રષ્ટિમાં આવી કે ત્યાં જ એમને પણ કેવળજ્ઞાન પ્રગટ થયું.
Magazine on Lord Mahavir
Video on Lord Mahavir