સુરદાસ એક જીજ્ઞાસુ વિદ્યાર્થી હતા. એમને આધ્યાત્મ વિશે જાણવું હતું. એ એક ગુરુને મળ્યા, જેમણે એમનો પોતાના શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. ગુરુજીએ જોયું કે સુરદાસ ખુબ જ સેહલાઈથી ગુસ્સે થઇ જાય છે અને આ અવગુણ એને કંઈ પણ શીખવામાં બાધક બની જાય છે. માટે એમણે નક્કી કર્યું કે કોઈ પણ ભોગે પહેલા સુરદાસનો ગુસ્સો છોડાવવો.
ગુરુજીએ સુરદાસને એક મહિના સુધી બધા જ કામ કરતી વખતે ભગવાનનું નામ જપવાનું કહ્યું. અને મહિના પછી એમને મળવા આવાનું કહયું.
સુરદાસે ગુરુજીના આદેશનું પાલન કર્યું અને મહિના પછી એમને મળવા ગયા. રસ્તામાં એક શેરીમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક ઝાડુવાળો કચરો વાળી રહ્યો હતો. કચરો ભૂલથી એમના કપડા ઉપર ઉડ્યો.
સુરદાસ ગુસ્સે થઈ ગયા અને એ ઝાડુવાળાને ઠપકો આપ્યો. એ ઘરે જઈને કપડા બદલાવીને ફરી એમના ગુરુજીને મળવા ગયા.
પણ ગુરુજીને હજુ પાત્રતા ન જણાતા ફરી એક મહિના માટે ભગવાનનું નામ જપતા જપતા પોતાનું રોજીંદુ કાર્ય કરવાનું ચાલુ રાખવાનું કહ્યું. સુરદાસ દુઃખી થઈને પાછા ફર્યા.
એમણે બીજો મહિનો પણ ગુરુજીના કહેવા પ્રમાણે કરીને પસાર કર્યો.
મહિના પછી એ ઉત્સુકતા સાથે ગુરુજીના આશ્રમે ગયા. પણ રસ્તામાં ફરી પહેલા જેવો બનાવ બની ગયો. સુરદાસ ખુબ જ ગુસ્સે થઈ ગયા અને ઝાડુવાળાને વઢી નાખ્યું.
નાહીને તેઓ ગુરુજી પાસો પહોંચ્યા. પરન્તુ ગુરુજીએ સુરદાસને ફરી એક મહિના સુધી ભગવાનનું નામ જપવાનું કહયું.
ત્રીજો મહિનો પૂરો થયા બાદ જયારે સુરદાસ ગુરુજીને મળવા જાય છે ત્યારે રસ્તામાં ફરી એ જ બનાવ બને છે. પરન્તુ આ વખતે સુરદાસને જરાય ગુસ્સો ન આવ્યો. એમણે શાંતિથી ઝાડુવાળાને કહયું, "તમારો ખુબ ખુબ આભાર. તમે મારા ગુરુ છો. તમે મને મારા ગુસ્સા ઉપર જીત મેળવવામાં મદદ કરી છે."
આમ કહી તેઓ પોતાના રસ્તો ચાલતા થયા. જેવા તેઓ આશ્રમની નજીક પહોંચ્યા કે ત્યાં એમણે પોતાના ગુરુજીને દ્વાર પાસે એમનું સ્વાગત કરવા માટે ઉભેલા જોયા.
ગુરુજીએ સુરદાસને આશીર્વાદ આપતા કહયું, હવે તમે જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય બન્યા છો.
ગુરુજીએ એમની સાથે વારંવાર એક જેવા કરેલા વ્યવહારનું રહસ્ય હવે એમને સમજાયું.
૧) ગુરુને એમના શિષ્યમાં રહેલા ગુણ અવગુણની પરખ હોય છે. અને શિષ્યને એની ભૂલોમાથી કઈ રીતે બહાર કાઢવો એની બધી રીતો એમની પાસે હોય છે.
૨) ગુરુની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું.
Related links-
Videos on Anger
Magazine on Anger
Moral Story on Anger