સ્વામી વિવેકાનંદ



ચાલો આપણે નિર્ભય઼ અને બહાદુર સ્વામી વિવેકાનંદ જે નરેન્દ્રના નામે પણ ઓળખાય઼ છે તેમના બાળપણના દિવસો વિશે વાંચીએ.

બાળપણના દિવસોમાં તેમના મિત્રના ઘરે એક ચંપકનું ઝાડ હતું જેના પર બંને મિત્રો ચઢતાં અને ટીખળ કરતાં. ઝાડ પરથી ઉંધે માથે લટકવું એ તેઓની મનગમતી પ્રવ્રુતિ હતી.

એક દિવસ જ્યારે તેઓ ચંપકના ઝાડની ડાળીઓ પર રમતા હતા ત્યારે તેમના મિત્રના દાદાએ તેમને જોયા. બાળકો ઝાડ પરથી પડી જશે એ ડરથી નજીક આવીને તેમનેચેતવણી આપી કે, "બાળકો, ઝાડ પર ચડશો નહી." નરેન્દ્રે  જીજ્ઞાસાથી પુછયું, "કેમ?"

દાદાએ તેઓની બાજુમાં આવીને કહ્યું કે, "રાત્રે ઝાડની આસપાસ એક ભૂત ભટકે છે. જે કોઇપણ ઝાડ પર ચઢે છે તેની તે ડોક મરડી નાખે છે." નાનકડા નરેન્દ્રએ 'હા' કહીને માથું ધુણાવ્યું. જેવા દાદા ગયા કે તરત જ તે ફરીથી ઝાડ પર ચઢી ગયા.

દાદાએ જે કહ્યું તે સાંભળીને તેમનો મિત્ર ડરી ગયો અને બોલ્યો, "નરેન્દ્ર! મહેરબાની કરીને જલ્દી નીચે આવ, અહીંયા એક ભૂત છે!" પણ નરેન્દ્રએ જોરથી હસીને કહ્યું કે, "તું શા માટે ડરે છે? જો ખરેખર જોઅહીંયા ભૂત હોત તો મારી ડોક તો અત્યાર સુધી મરડાઇ ગઇ હોત."

આ વાર્તા પરથી આપણને સ્વામી વિવેકાનંદની નીડરતા અને વિવેક બુધ્ધિનો ઉપયોગ કરવાની તેમની ક્ષમતા વિષે જાણવા મળે છે.(બોધ મળે છે)