ખરેખર કર્તા છે કોણ?



અંબાલાલ તેમના મિત્રો સાથે ઘણીવાર “ચોક-સ્ટીકની રમત” રમતા. આ રમતમાં થોડે દૂરથી ચોક સ્ટીકને એક ડબ્બામાં નાંખવાની હોય છે.

એમના બધા મિત્રો નિશાન તાકીને ફેંકતા છતાં ત્રણ કે ચાર વાર જ ચોક સ્ટીક ડબ્બામાં પડતી. મોટા ભાગે તો ચોક સ્ટીક ડબ્બામાં જઈને ઉછળીને(બાઉન્સ થઈને) પાછી બહાર પડી જતી.

જયારે અંબાલાલ તો નિશાન તાક્યા વગર જ ચોક સ્ટીક ફેંકતા તો પણ પાંચેક તો આસાનીથી ડબ્બામાં પડતી જ.

એમણે શોધી કાઢ્યું કે, “જો આપણે પોતાને ‘કર્તા’ માની બેસીએ તો એકપણ ચોક સ્ટીક ડબ્બામાં પડતી નથી. મને નિશાન તાકતા નથી આવડતું નથી તેમ છતાં ચોક સ્ટીક ડબ્બામાં પડે છે. આપણે આપણી આજુબાજુના સંજોગને કેમ કન્ટ્રોલમાં નથી કરી શકતા?

એમણે શોધી કાઢ્યું કે, “આ જગતમાં ખરેખર “કર્તા” કોઈ બીજું જ છે, પોતાની જાત નહીં પણ કોઈ અન્ય શક્તિ જ છે.”