વૃક્ષો પાસેથી શીખ

એક વેકેશનમાં પ્રતિક તેના કાકાના ગામે ગયો. ત્યાં પહોંચતાં , એણે વડના ઝાડની આસપાસ કેટલાક લોકોને જોયા અને તેને આશ્ચર્ય થયું કે તેઓ બધા તેને કાપી રહ્યા હતા. તે વૃક્ષ તેને અને તેના મિત્રોને બાળપણમાં રમતા ત્યારે છાંયડો આપતા, તેઓ તેના પર હીંચકા ઝૂલતા, ફળ ખાતા અને તેમાંથી ફૂલો તોડીને ભગવાનને અર્પણ કરતા. 

એણે કુતૂહલતાથી તે લોકોને પૂછ્યું, "તમે ઝાડ કેમ કાપી રહ્યા છો?" એક માણસે તેને જવાબ આપ્યો, વૃક્ષ ખૂબ ઉપયોગી છે. આપણે દવા બનાવવા માટે પાંદડાનો ઉપયોગ કરી શકીએ છીએ; લાકડાનો આગમાટે ઉપયોગ કરી શકાય છે, અમે તેને વેચી શકીએ છીએ અને તેમાંથી અમારું ભરણપોષણ કરી શકીએ છીએ."

પ્રતિક તેમની વાત સાંભળીને વિચારવા લાગ્યો. તેને અચાનક ઝાડમાંથી અવાજ સંભળાયો, પ્રતિક, તું શું વિચારે છે? આપણું જીવન બીજાને સુખ આપવા માટે છે, જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે છાંયો અને આશ્રય આપીએ છીએ, ફળો અને ફૂલો આપીએ છીએ, દવા માટે આપણાં પાંદડાં આપીએ છીએ અને કપાઈ ગયા પછી પણ આપણે બીજા માટે ઉપયોગી રહીએ છીએ. 

પ્રતિકે ધીમેથી ઝાડને પૂછ્યું, આમાંથી તને શું ફાયદો થશે?. વૃક્ષે જવાબ આપ્યો, "જ્યારે આપણે બીજા માટે જીવીએ છીએ ત્યારે આપણને ઘણી શાંતિ અને ખુશી મળે છે. જેના પરિણામે મનુષ્ય જીવનની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે" 

પ્રતિક ઝાડ સાથે સંમત થયો અને કહ્યું, "હા સાચી વાત છે, જ્યારે હું અન્ય લોકોને મદદ કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે." ત્યારે વૃક્ષે કહ્યું, જ્યારે આપણે બીજા માટે જીવીએ છીએ ત્યારે આપણું બધું સચવાઈ જાય છે.’ પ્રતિકે સ્વીકાર્યું, હા, હા, જ્યારે હું લોકોને મદદ કરું છું  ત્યારે તેઓ મારું વધુ ધ્યાન રાખે છે.’

વૃક્ષે પ્રતિકને સંદેશો આપ્યો કે, બીજા લોકો માટે જીવવાનું ચાલુ રાખો અને તમારું કામ જાતે થઈ જશે. પ્રતિકને વાત કહીને વૃક્ષ ધરતી પર પડી ગયું. પ્રતિક તૂટેલા ઝાડને જોઈ રહ્યો. તે ઝાડ પાસેથી ઘણું શીખ્યો. પ્રતિકને એની પાસેથી એક સરસ ઉદાહરણ મળ્યું. તેને બીજા માટે જીવન જીવવાની તાકાત મળી.

તેણે પોતાની અંદર નક્કી કર્યું કે હવેથી તે પોતાની જીંદગી બીજા માટે વાપરશે.

મિત્રો, પ્રતિકે તો નક્કી કર્યું છે, અને તમે?

Related Links:

Videos on Seva

Magazine on Jagat Kalyan