ભેટ (એક અનોખી ભેટ)

લગભગ આઠ વર્ષની ઉંમરથી, અર્પણ તેની ઉનાળાની મોટાભાગની રજાઓ તેના દાદા દાદી સાથે સિડનીમાં વિતાવતો હતો. તે તેના માતા-પિતાનો એક જ સંતાન હતો. તેના માતા-પિતા કામકાજમાં ખૂબ જ બીઝી રહેતા હતા. અર્પણ તેના દાદા અને દાદી સાથે સમય પસાર કરવા અને તેમની પાસેથી રમત દ્વારા નવી વસ્તુઓ શીખવા માટે હંમેશા આતુર રહેતો હતો.  

“બાય મમ્મી, બાય પપ્પા. એક મહિનામાં મળીશું!” અર્પણે તેના દાદા-દાદી સાથે આતુરતાથી બસમાં ચડતાં કહ્યું. તેઓએ બસમાં  ટ્રાવેલ ગેમ્સ રમી અને ફિલ્મો જોઈ.

ટુંક સમયમાં જ તેઓ બસ ડેપો પર પહોંચી ગયા. ત્યાંથી, તેના દાદા-દાદીનું ઘર ખૂબ જ નજીક હતું. તેઓ ટેક્સી કરીને ઘરે પહોંચ્યા. 

ઘરે પહોંચતાં જ જેવો દાદાએ આગળનો (મેઈન) દરવાજો ખોલ્યો. ત્યાં અર્પણે એક ગિફ્ટ પડેલી જોઈ. તેના પર અર્પણનું નામ લખેલું હતું. અર્પણે તરત જ  પુછ્યું "શું તે મારા માટે છે?" 

 

તે કોટના હેંગર જેવું દેખાતું હતું. એણે દાદા અને દાદીને  પૂછ્યું, "આ શું છે, ? હું તેને હમણાં ખોલી શકું, કે પછી મારે મારા જન્મદિવસ સુધી રાહ પડશે?" 

તેના દાદીમાએ હસીને જવાબ આપ્યો કે , "જો તારી ઇચ્છા હોય તો તું તેને હમણાં ખોલી શકું છું. તે તારી માટે ભેટ છે." 

"વાહ! એક બૂમરેંગ!" રેપિંગ પેપર ફાડી નાખતા અર્પણે બૂમ પાડી. તેણે કલ્પના કરી, 'હું સ્કૂલમાં બધાને બતાવીશ કે હું સૌથી બેસ્ટ છું, અને તેઓ મારા અદ્ભુત દાદા-દાદીની ઈર્ષ્યા કરશે જેઓ મને શાનદાર ભેટો ખરીદી આપે છે.'

દાદીમાએ સમજાવ્યું “હવે તું અગિયાર વર્ષનો છે, માટે અમને લાગ્યું કે, તને બૂમરેંગ કેવી રીતે ફેંકવું તે શીખવાની મજા આવશે,". "આમાં ઘણી ટેકનિક સામેલ છે, અને તને ખબર છે?  કે તારા દાદા જ્યારે તારી ઉંમરના હતા ત્યારે તેમણે આ માટે રાજ્ય પુરસ્કાર જીત્યો હતો?" 

અર્પણે વિચાર્યું, 'અરે ,આ તો હવે મારાથી સારું ને સારું થતું જાય છે, સ્કુલમાં બધાં મારી ઈર્ષ્યા કરશે.’

"ચાલો ફ્રેશ થઈએ અને પછી તારા નવા બૂમરેંગને પાર્કમાં લઈ જઈએ," દાદાએ કહ્યું.

 પાર્કમાં, દાદાએ અર્પણને કેટલાક મૂળભૂત નિયમો સમજાવ્યા અને પછી તેને ફેંકવાનું કહ્યું. દાદા તરત જ જોઈ શક્યા કે અર્પણ ને આવડી ગયું છે અને તેની પીઠ થાબડી. અર્પણને ટેકનિક સાથે થોડી વધુ પ્રેક્ટિસની જરૂર હતી. દાદાએ સમજાવ્યું કે, "મારા વહાલા દીકરા, કુદરતના નિયમો એવા છે કે જો તમે તેને આડાઅવળી રીતે ફેંકશો તો બૂમરેંગ આડુઅવળું થઈને પાછું આવશે. પરંતુ જો તમે તેને સરળતાથી ફેંકશો, તો તે તમારી પાસે સરળતાથી પાછું આવશે,"

"પણ એવું કેમ?" અર્પણે પૂછ્યું, 

"તે બે કારણોસર અગત્યનું છે. એક, તે તારી સલામતી માટે છે. જો બૂમરેંગ તારી પાસે આડુઅવળું આવે છે, તો તને ઇજા થવાનું જોખમ રહેલું છે. તો તે તને નુકસાન પહોંચાડશે. 

બીજું, જો તે તમારી પાસે સરળતાથી પાછું આવે છે, તો તેને ફેંકવાના તારા અનુભવને વધુ આનંદદાયક અને સંતોષકારક બનાવશે," દાદાએ જવાબ આપ્યો. 

દાદાએ આગળ સમજાવ્યું, "તું બુમરેંગને તારા વિચારો, શબ્દો અને વર્તન સાથે સરખાવી જો.”

જો, તમે તમારા વિચારોથી, શબ્દોથી અને વર્તનથી કોઈને નુકસાન પહોંચાડો છો, તો તે, બૂમરેંગને સાવ જ ફેંકી દેવા જેવું છે. 

તમે જેવી રીતે કુદરતમાં મોકલો છો તે તમને બરાબર તેવી જ રીતે પાછું મળે છે. તેથી, જો તમે શબ્દોમાં દયા અને બીજા માટે પરોપકારી ભાવ રાખો છો તો તમને પણ બદલામાં એવું જ મળશે. તમે જે રીતે આપો છો એવી જ રીતે તમને એવું જ પાછું મળશે.

વ્યક્તિના વિચારો, શબ્દો અને વર્તન દર્શાવતી, બૂમરેંગની દાદાની આ સમજણ અર્પણના મનમાં યાદ રહી ગઈ. તેણે તેની સ્કુલના બધા લોકોનું લિસ્ટ બનાવ્યું કે જેમની સાથે તેણે સારું વર્તન કર્યું ન હતું અથવા તેમને કોઈ પણ રીતે નુકસાન કર્યું હતું. 

અને આ રીતે, જ્યારે તે ઉનાળાના વેકેશન પછી સ્કૂલમાં પાછો ગયો, ત્યારે તેણે તેના મિત્રો સાથે  'બૂમરેંગનો કાયદો' પાળવાનું  કરવાનું નક્કી કર્યું. અને અનુમાન કરો કે તે પછી શું થયું હશે...!!!

 

એ બૂમરેંગ કેટલી અમૂલ્ય ભેટ હતી!

Related Links-

Mythological Story - Tripushta Vasudev