ક્રોધની અસર

સ્કૂલ બસ ગમે ત્યારે આવવાની તૈયારીમાં હતી. પાર્થ તેનું દૂધ પીવા ઉતાવળમાં આવ્યો, પણ એટલામાં જ પાર્થની નાની બહેન ભક્તિ આવી પહોંચી. જ્યારે તે પ્લેટ લેવા માટે ટેબલની આગળ પહોંચી ત્યારે અજાણતાં જ દૂધનો ગ્લાસ પાર્થના યુનિફોર્મ પર ઢોળાઈ ગયો. "જો તે શું કર્યું!" પાર્થે ભક્તિ પર બૂમ પાડી, તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. 

"સોરી પાર્થ. મેં જાણી જોઈને નથી કર્યું..." ભક્તિએ અફસોસ સાથે કહ્યું. પણ પાર્થે ભક્તિને તેની માફી માંગવાનું પૂરું પણ ન થવા દીધું અને તે તેના રૂમમાં જતો રહ્યો. 

તેનો બીજો યુનિફોર્મ પણ ધોવામાં હતો. 'હવે, હું શું પહેરીશ? હું આ ડાઘવાળો યુનિફોર્મ કેવી રીતે પહેરી શકું?’ પાર્થે વિચાર્યું. બીજો કોઈ ઓપ્સન ન હોવાથી, પાર્થે તેનો દૂધના ડાઘવાળો યુનિફોર્મ પહેરવાનું નક્કી કર્યું. સવારે એક પછી એક બનતી આવી ઘટનાઓના કારણે પાર્થની મમ્મીને તેને સ્કૂલે મૂકવા જવું પડ્યું.

પાર્થ આખા રસ્તામાં પ્રાર્થના કરતો હતો કે તેના ટીચર સારા મૂડમાં હોય અને તેને મોડા પહોંચવા માટે માફ કરે. તેની પ્રાર્થના સફળ ના થઈ, કારણ કે મિસ્ટર ડી.કે. સરે પાર્થને સખત ગરમીમાં એક માઈલ દોડવાની સજા કરી હતી. જેમ જેમ પાર્થ દોડતો ગયો તેમ તેમ તેનો ગુસ્સો વધતો ગયો, તે તેની સજા માટે ભક્તિને દોષિત માનતો હતો અને વિચારતો હતો કે આનો બદલો કેવી રીતે લેવો.બહારની ગરમી અને અંદર થતાં ગુસ્સાના કારણે પાર્થ થાકી ગયો. જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ભક્તિ તેની ભૂગોળની પરીક્ષા માટે ભણી રહી છે.

"ચેન્નઈ એ તમિલનાડુની રાજધાની છે", ભક્તિ એમ ધીમેથી બોલતી હતી. “મૂર્ખ, મદ્રાસ એ તમિલનાડુની રાજધાની છે.” એમ કહીને પાર્થએ ભક્તિની નોટબુક ખેંચી અને પેજ ફાડી નાખ્યું. સ્તબ્ધ અને ભયભીત, ભક્તિએ તેની આંખોમાં આંસુ સાથે કાગળના ફાટેલા ટુકડા ભેગા કર્યા. આ રીતે પાર્થે ભક્તિ સાથે બદલો લીધો. 

"બાળકો, ડિનર તૈયાર છે. આજે મેં પાવભાજી બનાવી છે", તેમની મમ્મીને બોલાવ્યા. “શું ? પાંવભાજી ?  મેં તને આજે રાત્રે પિઝા બનાવવાનું કીધું હતું ! તું મારું ક્યારેય સાંભળતી કેમ નથી ?” પાર્થ ગુસ્સે થયો. જો કે, તેની મમ્મીનો કડક દેખાવ તેને ચૂપ કરવા માટે પૂરતો હતો. પાર્થ એક પણ શબ્દ બોલ્યા વિના તેનું ડિનર પૂરું કરીને તેના રૂમમાં પાછો ગયો.

કામ પરથી ઘરે પાછા આવ્યા પછી, પપ્પા પાર્થના રૂમમાં ગયા અને પૂછ્યું, "તારો દિવસ કેવો રહ્યો બેટા?". પાર્થ દુઃખી થઈ ગયો.

તેના પિતાએ તેની વાત ધ્યાનથી સાંભળી અને પછી શાંતિથી કહ્યું, "દૂધ ઢોળાવું એ માત્ર એક અકસ્માત હતો. તું ગુસ્સે થઈ ગયો કારણ કે તને લાગ્યું કે તને નુકસાન થયું છે અને બગડેલો યુનિફોર્મ પહેરી તને સ્કૂલે જતા શરમ આવતી હતી. શું તારાથી દૂધ ક્યારેય ઢોળાયું જ નથી ?”  “હા ઢોળાયું છે” પાર્થે જવાબ આપ્યો. 

“તને અપમાન એટલા માટે લાગે છે કારણ કે તને સજા આપવામાં આવી. પણ મને એ કહે કે જો તેં રાત્રે જ તારી સ્કુલબેગ પેક કરી દીધી હોત તો તું સ્કુલબસ ચૂકી ગયો હોત? તું આ ગુસ્સામાં બળી રહ્યો હતો અને તેં ભક્તિની નોટબુકનું પાનું ફાડી નાખી તેને દુઃખી કરી. અને પછી તેં મમ્મી પર ગુસ્સો કર્યો કારણ કે તને ડિનરમાં પિઝા ન મળ્યો? મળ્યા. તેં તારું વર્તન નોટિસ કર્યું ?

“હું ગુસ્સે એટલા માટે થયો કે મારા કહ્યા પ્રમાણે એ લોકોએ ન કર્યું. હવે હું શું કરું ?", પાર્થે ગંભીરતાથી જવાબ આપ્યો. 

 "તારે ભક્તિ અને મમ્મી પાસેથી માફી માંગવી જોઈએ કારણ કે તેં તારા ગુસ્સાના લીધે તેમને દુઃખી કર્યા છે અને તારે ફરીથી ક્યારેય ગુસ્સે ન થવાનો નિશ્ચય કરવો જોઈએ." પપ્પાએ કહ્યું. 

“બાય ધ વે, મદ્રાસનું નવુ નામ ચેન્નાઈ છે!" રૂમની બહાર નીકળતાં હસતા હસતા તેમણે કહ્યું. 

Related links-

Videos on Anger

Mythological story : Surdas

Quiz on Anger

Experiment Corner : Is Anger a strength or a weakness

Mythological story : Story of Chandraraudra