જય સચ્ચિદાનંદ મિત્રો !
આપણે આપણાં ઘરે અને મંદિરોમાં, બધાં ને ભગવાનની આરતી કરીને તેમની પૂજા કરતા તો જોયા જ છે, પણ શું ખરેખર આપણને ખબર છે કે, આરતી કેમ કરવાની હોય ? મિત્રો, આવો, આપણે આ આરતી કરવા પાછળનું સાચું વિજ્ઞાન શું છે, તે જ્ઞાનીની દ્રષ્ટીએ સમજીએ.
આરતી શું છે?
આરતી (થાળીમાં દીવા મુકીને ભગવાનની મૂર્તિ/ફોટા સામે તેને ગોળ ગોળ ફેરવતા જવું અને ભજન ગાવું) એ પ્રભુની ભક્તિનું એક મહત્વનું સાધન છે. પ્રભુ માટેની આપણી ભક્તિ, પ્રેમ અને આદર બતાડીએ છીએ. એનાથી ભગવંતો ખુશ થાય છે. જેની ભજના કરીએ એવાં આપણે થઈએ.
આરતી કરવાના ફાયદા (સંસારમાં)
આરતી રોજ કરવાથી ઘણી રીતે મદદરૂપ થાય છે. આ કેશબેંક છે એટલે પછી એનુંરોકડું ફળ મળે છે.

· આપણું ધ્યાન એકાગ્ર રહે અને આખો દિવસ શાંતિ રહે.
· આરતીથી તરત જ ખરાબ વિચારો (જે આપણને અને બીજાને નુકસાન કરતા હોય) બંધ થઈ જાય.
· ખરાબ પરિસ્થિતિ અને મુશ્કેલીઓની ચિંતા ગાયબ થઈ જાય.
· ઘરમાં મતભેદ અને ઝગડા બંધ થઈ જાય.
· વાતાવરણ શુદ્ધ બને અને આનંદમય થઈ જાય.
· પ્રમાણિકતા, ઈમાનદારી અને નૈતિકતા જેવા ગુણો આપણામાં ખીલે.
આરતી કરવાના ફાયદા (આધ્યાત્મિક)
નિયમિત આરતી કરવાથી આપણા રોજના જીવનમાં અનેક ફાયદા તો થાય જ છે, પણ બીજા પણ ઘણાં ફાયદા છે, જે આપણને આપણાં આધ્યાત્મિક લક્ષ પુરા કરવામાં પણ મદદ કરે છે.

· આરતી કરવાથી દાદા અને સીમંધર સ્વામી સાથે તાર જોડાય અને એકતા લાગે.
· જેના ઘરે સાચી રીતે આરતી થાય (એકાગ્રતા અને શ્રદ્ધાથી) ત્યાં દાદાની સુક્ષ્મ હાજરી હોય જ .
· દાદા હાજર હોય તો બીજા દેવી-દેવો પણ હાજર રહે અને એમના આશીર્વાદ આપણી ઉપર વરસાવે.
· એમના સતત આશીર્વાદથી મુશ્કેલીઓ આવે જ નહીં.
· આપણે ‘જાગૃત વ્યક્તિ’ની (દાદાશ્રી અને સીમંધર સ્વામીની) આરતી કરીએ તો મોક્ષ ફળ મળે. (જે મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય છે.)
તો મિત્રો, એકાગ્રતા અને નિષ્ઠાથી નિયમિત આરતી કરીને આટલા બધાં ફાયદા થતા હોય (સંસારમાં અને મોક્ષમાં) તો પછી આપણે કેમ એનો લાભ ના લઈએ અને આનંદમાં જ રહીએ!

Also watch the video - Importance of Garba & Aarti