કુસંગથી બચો

જય સચ્ચિદાનંદ મિત્રો, 
“મારા ક્લાસમાં બધાં ફોન લાવે છે એટલે હું પણ લાવીશ”, “રાત્રે મોડે સુધી પાર્ટી કરવામાં શું વાંધો છે? મારા બધાં જ મિત્રો તો જાય છે જ ને...” આવું જ આપણે આપણા મમ્મી-પપ્પાને કહેતા હોઈએ છીએ ને! તમને ખબર છે, આપણે કોની સાથે ફરીએ છીએ, કોની સંગતમાં રહીએ છીએ, એની આપણી ઉપર બહુ અસર પડે. આજની આધુનિક અને ઝડપી ગતિએ ચાલતી જીંદગીમાં તો કુસંગનો (ખરાબ સંગત) રંગ લગતા વાર જ ના લાગે. 

કુસંગ/ખરાબ સંગતમાં પડી જવું એટલે શું ?
આપણને ખોટે રસ્તે લઈ જાય, એ બધું જ કુસંગ.  
આપણે કુસંગમાં પડી જઈએ ત્યારે શું થાય? 
•    કુસંગ આપણને ધર્મથી દૂર લઈ જાય. 
•    કુસંગ એ તો ઝેર જેવું છે. એની અસર તો મન, બુદ્ધિ ચિત્ત, અહંકાર અને શરીર પર પણ પડે છે. 
•    કુસંગનો મેલ તો TB (એક જાતનો ગંભીર રોગ) કરતા પણ વધારે છે. TB તો એક જ ભવ બગાડે. પણ કુસંગ તો અનંત ભવ બગાડે. 

કુસંગથી બચવાના ઉપાયો અને તરકીબો: 
•    આધ્યાત્મિક પુસ્તકો અને મેગેઝીન્સમાંથી સાચી સમજણ મેળવવી જોઈએ. 
•    સત્સંગ અને કિડ્ઝ કેમ્પમાં જવાનું. 
•    આરતી અને પ્રાર્થનાઓ કરવાથી મન અને ચિત્ત બંને શુદ્ધ થાય. 

દોસ્તો, તમને ખબર છે કે, એક જ વર્ષનો કુસંગ, આપણી ઉપર ૨૫ વર્ષ સુધી અસર કરી શકે. એટલે આપણે હંમેશા ‘સત’ એટલે કે ‘સારા’ સંગમાં રહેવું જોઈએ. 

Related links-
Puppet Show- Beware of Kusang

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...