જય સચ્ચિદાનંદ મિત્રો !
શું તમને રાત્રે સપના આવે છે? એનાથી તમે ડરી જાઓ છો કે ખુશ થાઓ છો? સપના કેમ આવે? ‘સ્વપ્ન’નું વિજ્ઞાન એકદમ ઊંડું અને રહસ્યમય છે. ઘણા બધાં વૈજ્ઞાનિકો એની પાછળના ગુપ્ત કોયડા ઉકેલવા માટે પ્રયોગો કરે છે. પણ હજુ એ લોકો પૂરે પૂરું સમજી નથી શક્યા.
આવો આપણે આ સપનાની અવનવી દુનિયા જોઈએ અને જ્ઞાનીની દ્રષ્ટીએ એનું વિજ્ઞાન સમજીએ.
સપના શું હોય ?
સપના એ આપણા એક પ્રકારના કર્મ છે. અનંત અવતારથી જે કર્મો બાકી છે તેનું સંગ્રહસ્થાન એટલે સપના.
સપનાના પ્રકાર:
સપનાના આટલા વિભાગ પાડી શકાય:


સપના પાછળના કારણો
દાદાશ્રી કહે છે કે,જે આપણે ઉઘાડી આંખે જોઈએ છે તે પૂર્વે કરેલા કર્મોના ફળ છે, જે આખા પાકી ગયા છે. પણ સપના એટલે પૂર્વે કરેલા પાપ અને પુણ્ય કર્મોના ‘કાચા’ ફળ છે. એટલે એની આપણી ઉપર બહુ જ હળવી અસર હોય. આમ બન્ને જ કર્મના પરિણામ છે, પણ સપનામાં આપણે ઊંઘતા હોઈએ એટલે અહંકાર કામ ના કરતો હોય, તેથી સપનામાં કોઈ નવા કર્મો ના બંધાય.
તો મિત્રો, હવે જ્યારે સપના આવે ત્યારે તમને કયા “પ્રકાર”નું સપનું આવ્યું તે ખબર પડશે. અને સપનામાં કોઈ દોષ થયો હોય તો ત્યારે જ તરત તેનું પ્રતિક્રમણ કરીને ધોઈ દેવાનું !