જય સચ્ચિદાનંદ મિત્રો !
આપણી પાછળથી આવીને કોઈ આપણને “ભાઉ!” કરે, ત્યારે આપણે કેવા ડરી જઈએ છે ને !? આપણે બધાંએ ક્યારેક તો કોઈક ‘ડર’નો અનુભવ કર્યો જ હશે ! કોઈને ટીચરનો ડર, પરીક્ષાનો ડર, અંધારાનો ડર એકલા રહેવાનો ડર, તો વળી કોઈકને તો ભૂતનો ડર લાગે ! પણ આ દુનિયામાં ખરેખર ડર રાખવા જેવો છે ? ચાલો આપણે જોઈએ !
ડર કેમ લાગે ?
· ‘દ્વેષ’ના કારણે ડર લાગે- જેની ઉપર આપણને દ્વેષ કે અણગમો હોય તેનાથી આપણને ડર લાગે. આપણને કોઈ વ્યક્તિ કે વસ્તુ ‘ખરાબ’ છે એવું લાગે, તો એ જ ડરનું મૂળ છે. સાપ અને વાઘ માટે દ્વેષ થાય એટલે જ એનો ડર લાગે. તમને ગરોળી માટે તિરસ્કાર હોય તો એનો ડર લાગે.
· જ્યાં અણગમો હોય ત્યાં ડર હોય- આપણે એવું સાંભળ્યું હોય કે પોલીસવાળા તો બહુ ખરાબ હોય. એના આધારે આપણે કહીએ કે ‘પોલીસવાળા તો નકામા હોય.’ આને તિરસ્કાર/દ્વેષ કહેવાય. એટલે પછી જ્યારે કોઈ વખત પોલીસવાળા ઘરે આવે ત્યારે મૂંઝવણ થાય. પછી ભલેને પેલા પોલીસવાળા ખાલી કોઈનું સરનામું પૂછવા જ આવ્યા હોય.

આપણે ડરથી મુક્ત કેવી રીતે થવાનું ?
· જે વસ્તુ માટે અણગમો હોય એના માટે પોઝિટીવ બોલવાનું.
દા.ત. કોઈ શાક ન ભાવતું હોય તો એવું બોલવાનું કે ‘સારું છે, સ્વાદિષ્ટછે’. જ્યારે પણ ખાવ ત્યારે આવું બોલવાથી એની માટે દ્વેષ જતો રહેશે.
· કોઈ વ્યક્તિ માટે ખરાબ અભિપ્રાય હોય, એના માટે પોઝિટીવ ભાવ કરી દઈએ, તો એની માટે દ્વેષ કે અભાવ તરત ગાયબ થઈ જશે. જેમ કે આપણે પોલીસવાળા માટે આપણો અભિપ્રાય એવો કરી દઈએ કે ‘તેઓ આપણી મદદ કરે છે’ તો તેમનો ડર લાગવાને બદલે આપણને એમની હાજરીમાં ખૂબ સુરક્ષિત લાગશે.
· જેનો ડર લાગતો હોય તેની અંદર શુદ્ધાત્મા (પરમાત્મા) જોઈને પ્રતિક્રમણ (માફી માંગવાથી) કરવાથી આપણો ડર જતો રહેશે. ધારો કે, આપણને કરોળિયાથી ડર લાગતો હોય તો એની અંદરના શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરવાથી આપણો ડર જતો રહેશે.

મિત્રો, એક જ વસ્તુથી ડરવા જેવું છે – ખરાબ કામો કરવાથી. કારણકે તેનાથી આપણાં પાપ બંધાય.
Related Links:
Magazine- Akram Express on Fear
Moral Story- Say 'Goodbye' to fear